તાજમહેલમાં ભગવો ઝંડો લહેરાવાયો? પોલીસ દોડતી થઈ ગઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-11 15:31:34
  • Views : 494
  • Modified Date : 2019-09-11 15:31:34

વિશ્વની અજાયબીઓમાં સામેલ આગ્રાના તાજમહાલ પરિસરમાં ભગવો ઝંડો લહેરાવવાનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે.

જોકે આ વિડિયોની સત્યતા ચકાસવાની બાકી છે પણ વિડિયોમાં જે દેખાઈ રહ્યુ છે તે પ્રમાણે બે યુવકો તાજમહેલના પરિસરમાં ઘુસ્યા હતા અને તેમણે ભગવો ઝંડો લહેરાવ્યો હતો.વિડિયોમાં તેમના ચહેરા સ્પષ્ટ દેખાતા નથી.

તાજની સુરક્ષા માટે ઘણી વ્યવસ્થા રાખવામાં આવી છે.આમ છતા આ પ્રકારની હરકત બાદ મામલાની તપાસના આદેશ અપાયા છે.એવુ કહેવાય છે કે, આ વિડિયો 9 સપ્ટેમ્બર, સોમવારનો છે.

એકાદ વર્ષ પહેલા પણ આ રીતે તાજમહેલમાં જઈને લખનૌ નવ નિર્માણ સેનાનાના અધ્યક્ષ અમિત જાની પર ભગવો ઝંડો લહેરાવવાનો આરોપ લાગ્યો હતો.જોકે તે વખતે પોલીસે ખુલાસો કર્યો હતો કે, ભગવા ઝંડાની જે તસવીર છે તે મોર્ફ કરેલી છે.

Download Our B K News Today App



Related News