કેન્સરની સફળ સર્જરીના ત્રણ મહિના બાદ નટુકાકાએ શૂટિંગ શરૂ કર્યું, કહ્યું- 'નવ મહિના બાદ કેમેરાની આગળ આવીને સંતોષ થયો'.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 14:57:38
  • Views : 402
  • Modified Date : 2020-12-17 14:57:38

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયક છેલ્લાં નવ મહિનાથી સિરિયલમાં જોવા મળતા નહોતા. સાત સપ્ટેમ્બરના રોજ 76 વર્ષીય ઘનશ્યામ નાયકે ગળાનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન દરમિયાન આઠ ગાંઠો બહાર કાઢવામાં આવી હતી. ત્રણ મહિનાની સતત કેન્સર ટ્રીટમેન્ટ (જેમાં કીમોથેરપી, રેડિયેશન) બાદ હવે તેમના સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે અને તેમણે શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે.  'મેં છેલ્લે 16 માર્ચે શૂટિંગ કર્યું હતું. લૉકડાઉનને કારણે અમારે શૂટિંગ અટકાવવું પડ્યું હતું. જ્યારે અનલૉક થયું ત્યારે હું સેટ પર જઈ શક્યો નહોતો. મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે તે સમયે 65 કે તેની વધુ વયના કલાકારો શૂટિંગ કરવાની પરવાનગી નહોતી. આ દરમિયાન મારે ગળાનું ઓપરેશન કરાવવું પડ્યું અને ગાંઠો કાઢવામાં આવી હતી. હવે હું એકદમ ફિટ છું અને સેટ પર પાછો આવી ગયો છું. ફરીથી શૂટિંગ શરૂ કરવાની મને ઘણી જ મજા આવી, કારણ કે હું મારા આ કામને મિસ કરતો હતો. પૂરા 9 મહિના પછી (16 માર્ચથી 16 ડિસેમ્બર) કેમેરાની સામે આવીને ઘણો જ સંતુષ્ટ થયો.'

    નટુકાકાએ સેટ પર પોતાના પહેલા દિવસ અંગે વાત કરતાં કહ્યું હતું, 'અસિત મોદી તથા તેમના ટીમ મેમ્બર્સે મારું ઘણું જ ધ્યાન રાખ્યું હતું. હું તમામનો આભારી છું. મારો પહેલો સીન જેઠાલાલ (દિલીપ જોષી) તથા બાઘા (તન્મય વેકરિયા)ની સાથે હતો. બંનેએ મને સીન કરતાં સમયે કમ્ફર્ટ ફીલ કરાવ્યું હતું. મને સંવાદો બોલવામાં સહેજ પણ તકલીફ પડી નહોતી. નટુકાકા ગડા ઈલેક્ટ્રોનિક્સમાં પરત આવી ગયા છે. આ એપિસોડ આગામી 2-3 દિવસમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.'આ પહેલાં ટ્રીટમેન્ટ અંગે ઘનશ્યામ નાયકે કહ્યું હતું, 'કીમોથેરપીથી લઈ રેડિયેશન સહિતની મારા ગળાની તમામ પ્રકારની સારવાર પૂરી થઈ ગઈ છે. હવે હું એકદમ ચોખ્ખું બોલી શકું છું. હા, કેટલાંક ફિઝિયોથેરપી સેશન્સ ચાલી રહ્યાં છે, જેને કારણે મને ઘણો જ આરામ છે. છેલ્લે મારા જેટલાં પણ રિપોર્ટ કરાવવામાં આવ્યા તે તમામ નેગેટિવ આવ્યા છે.'




Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139