પિતાના સ્વાસ્થ્ય પર સુશાંતની બહેન શ્વેતાએ કહ્યું, ઓપરેશન સક્સેસફુલ રહ્યું, તે જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 13:28:28
  • Views : 330
  • Modified Date : 2020-12-24 13:28:28

    થોડા દિવસ પહેલાં લેટ સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં તે હોસ્પિટલમાં એડમિટ થયેલા દેખાયા હતા. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર પિતાની હેલ્થ અપડેટ આવી છે. તેણે પોસ્ટમાં લખ્યું, 'હું તે બધાનો આભાર માનવા ઈચ્છું છું, જેમણે ડેડી માટે પ્રાર્થના કરી. ઓપરેશન સક્સેસફુલ રહ્યું અને હવે તે અગાઉ કરતાં બેટર ફીલ કરી રહ્યા છે. તે જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરતા રહો.'કેકે સિંહને હાર્ટ અટેક આવ્યા બાદ ફરીદાબાદની એશિયન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ફરીદાબાદના પોલીસ કમિશનર ઓપી સિંહ સુશાંતના જીજુ છે. સુશાંતના મૃત્યુ પછી તેના પિતા કેકે સિંહ ફરીદાબાદમાં જ રહે છે. રિપોર્ટ્સ અનુસાર કેકે સિંહ હજુ પણ દીકરાના મૃત્યુના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.

    સુશાંતનું મૃત્યુ આ વર્ષે 14 જૂને મુંબઈમાં થયું હતું. તે તેના બાંદ્રા સ્થિત ફ્લેટમાં સંદિગ્ધ સ્થિતિમાં મૃત હાલતમાં મળ્યો હતો. આ કેસમાં મુંબઈ પોલીસની તાપસથી અસંતુષ્ટ સુશાંતના પિતાએ પટનામાં FIR ફાઈલ કરાવી હતી. ત્યારબાદ મુંબઈ તથા પટના પોલીસ અને બિહાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ થયો હતો. હાલ આ કેસની તપાસ CBI, ED અને NCB અલગ- અલગ એન્ગલથી કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138