સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહની હાર્ટ સર્જરી સફળ રહી, 5 ગ્રાફ્ટ લગાવવામાં આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 13:37:08
  • Views : 332
  • Modified Date : 2020-12-22 13:37:08

    સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેના પિતા કે કે સિંહની તબિયત બગડી હતી. હાલમાં જ કે કે સિંહને હૃદયમાં દુખાવો થતાં તેમને ફરીદાબાદની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અહીંયા તેમની હાર્ટ સર્જરી થઈ હતી. કે કે સિંહની હૃદયની ધમનીમાં પાંચ ગ્રાફ્ટ લગાવવામાં આવ્યા છે. આ એક એવી સર્જરી છે, જેમાં હૃદયમાં લોહીના પ્રવાહને સુધારે છે. કે કે સિંહ પર આ સર્જરી સફળ રહી છે અને તેમની તબિયત હવે એકદમ સારી છે. કે કે સિંહને છાતીમાં દુખાવો થતાં ફરીદાબાદની એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું ઓપરેશન ડૉક્ટર અમિત ચૌધરીએ કર્યું હતું.સૌમ્ય દીપ્ત નામના સોશિયલ મીડિયા હેન્ડલ પર કે કે સિંહ હોસ્પિટલમાં હોય તે તસવીર શૅર કરવામાં આવી હતી. આ તસવીરના કેપ્શનમાં કહેવામાં આવ્યું હતું, 'સુશાંતના પિતા પટનામાં દાખલ કરવામાં આવેલી FIRના મુખ્ય ફરિયાદી છે. આ દસ્તાવેજના આધારે CBI તપાસ કરી રહી છે. હવે તેઓ હાર્ટ ઈશ્યૂ સામે ઝઝૂમી રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ છે. સ્ટ્રેસ વધી રહ્યો છે. CBIએ આ વૃદ્ધ સજ્જન માટે જલદીથી પરિણામની જાહેરાત કરવી જોઈએ.' તસવીરમાં કે કે સિંહની સાથે તેમની બે દીકરીઓ પ્રિયંકા તથા મિતુ જોવા મળે છે.

    સુશાંતના મોત બાદથી કે કે સિંહ ફરીદાબાદમાં રહે છે. ફરીદાબાદના પોલીસ કમિશ્નર ઓ પી સિંહ છે. ઓ પી સિંહ, સુશાંતના જીજાજી છે. દીકરાના આકસ્મિક અવસાનથી કે કે સિંહ એકદમ ભાંગી પડ્યા છે.સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યો હતો. સુશાંતનો પરિવાર મુંબઈ પોલીસની તપાસથી સંતુષ્ટ નહોતો. તેમણે પટનામાં FIR કરાવી હતી. ત્યારબાદ આ કેસની તપાસ CBIને આપવામાં આવી હતી. હાલમાં CBI, ED તથા NCB અલગ અલગ એંગલથી કેસની તપાસ કરી રહ્યાં છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121