IFFI-2021 માટે પસંદ થઇ 'છિછોરે', સુશાંતની ગેરહાજરીના વિચારથી ઈમોશનલ થઇ શ્રદ્ધા કપૂર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 11:52:47
  • Views : 335
  • Modified Date : 2021-01-03 11:52:47

    લેટ સુશાંત સિંહ રાજપૂતની થિયેટરમાં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ 'છિછોરે'ને હાલમાં જ 51મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)માં સ્ક્રીનિંગ માટે સિલેક્ટ કરવામાં આવી છે. ફિલ્મના આ અચીવમેન્ટ પર સુશાંતની કો-એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ભાવુક થઇ ગઈ. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ શ્રદ્ધાના દિલથી એકદમ ક્લોઝ છે.બોલિવૂડ હંગામાએ તેના રિપોર્ટમાં સૂત્રોના હવાલે લખ્યું છે, 'શ્રદ્ધા ખુશ છે, કારણકે આ તેના કો-એક્ટરની સુંદર યાદ છે અને તેને ફરીવાર જોવાની તક મળશે. બીજી બાજુ આ વાતથી ઈમોશનલ થઇ ગઈ કે તે (સુશાંત) ફિલ્મની કાસ્ટ સાથે આ પળને સેલિબ્રેટ કરવા અહીંયા હાજર નહીં હોય. શ્રદ્ધા હંમેશાં સુશાંત સાથે ફિલ્મના સેટ પર પસાર કરેલા સમયને યાદ કરે છે.' 51મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી વચ્ચે ગોવામાં યોજાશે.

    નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી 'છિછોરે' ફિલ્મ 6 સપ્ટેમ્બર 2019ના રોજ થિયેટરમાં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં સુશાંત અને શ્રદ્ધાએ પતિ-પત્નીનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મની સ્ટોરી તેમના દીકરાના સુસાઇડ અટેમ્પ્ટથી શરૂ થાય છે, જે ફ્લેશબેકમાં તેમની કોલેજ લાઈફ વિશે જણાવે છે. ફિલ્મમાં વરુણ શર્મા, તાહિર રાજ ભસીન, નવીન પોલીશેટ્ટી, તુષાર પાંડે અને પ્રતીક બબ્બર પણ લીડ રોલમાં હતા.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138