એન્જિનિયરિંગ મૂકીને સુશાંત ફિલ્મોમાં આવ્યો હતો, સ્માઈલ જોઈને એકતા કપૂરે 'પવિત્ર રિશ્તા'માં લીડ રોલ આપ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 12:08:37
  • Views : 401
  • Modified Date : 2021-01-21 12:08:37

    મૃત્યુ બાદ સુશાંત સિંહ રાજપૂતની 21 જાન્યુઆરીએ પહેલી બર્થ એનિવર્સરી છે. જો આજે તે આપણે વચ્ચે હયાત હોત તો 35 વર્ષનો થઇ ગયો હોત. આવો જાણીએ હંમેશાં ફેસ પર સ્માઈલ સાથે જોવા મળેલા એક્ટર સુશાંતની લાઈફ સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો.સુશાંતનો જન્મ મલડીહા, બિહારમાં 21 જાન્યુઆરી, 1986ના રોજ થયો હતો. સુશાંત ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો. માતાના નિધન બાદ વર્ષ 2002માં તે પોતાના પિતા અને બહેનો સાથે દિલ્હી શિફ્ટ થયો હતો પણ પછી પરિવાર ફરી પટના જતો રહ્યો હતો.


    સુશાંત હંમેશાંથી જ ભણવામાં હોશિયાર હતો અને તેને કારણે તેણે ઘણી એન્ટ્રસ એક્ઝામ સરળતાથી પાસ કરી લીધી. JEEમાં સુશાંતે આખા દેશમાં સાતમો નંબર મેળવ્યો હતો અને ભણવા માટે દિલ્હી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું. ભણવામાં હોશિયાર હોવા છતાં તેના સપના કંઈક અલગ જ હતા.તેણે ધીરે- ધીરે ભણવાની સાથે એક્ટિંગ વર્કશોપ અને ડાન્સ ક્લાસીસ લેવાના શરૂ કર્યા. એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણવાનું મૂકી દીધું અને એક્ટિંગ કરિયર બનાવવા માટે મુંબઈ આવી ગયો.મુંબઈ પહોંચીને સુશાંતે શ્યામક ડાવરનું ડાન્સ ગ્રુપ જોઈન કર્યું. તેણે ઘણા સેલેબ્સની પાછળ ઊભા રહીને ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું. શ્યામકના ડાન્સ ગ્રુપ સાથે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં સુશાંતે ઐશ્વર્યા રાય સાથે જુનિયર ડાન્સર તરીકે ડાન્સ કર્યો હતો.


    ડાન્સ બાદ એક્ટિંગ માટે સુશાંતે બેરી જોનનો એક્ટિંગ વર્કશોપ લેવાનો શરૂ કર્યો. ઘણા બધા થિયેટર કર્યા બાદ તેને 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' શો મળ્યો. સુશાંતની સ્માઈલ જોઈને એકતા કપૂરે તેને 'પવિત્ર રિશ્તા'માં લીડ રોલ આપ્યો જેનાથી તેને ઘરે- ઘરે ઓળખ મળી. ક્રિએટિવ ટીમ આ પક્ષમાં ન હતી પણ એકતાના દૂરદર્શી દિમાગે બધાને મનાવી લીધા.સુશાંત પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણો ચર્ચામાં રહ્યો છે. એક્ટર તેની કો-સ્ટાર અંકિતા લોખંડે સાથે રિલેશનશિપમાં હતો. 6 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ બંને લગ્ન કરવાના હતા પણ અચાનક જ બંનેએ બ્રેકઅપ કરી લીધું. બંનેએ ક્યારેય તેમના બ્રેકઅપનું કારણ જણાવ્યું નહીં.


    સુશાંતે અભિષેક કપૂરની ફિલ્મ 'કાઈ પો છે'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી. તેની અદભુત એક્ટિંગને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. ત્યારબાદ એક્ટર 'શુદ્ધ દેશી રોમાન્સ', 'પીકે', 'બ્યોમકેશ બક્ષી', 'એમએસ ધોની' જેવી ફિલ્મોમાં દેખાયો હતો.'દિલ બેચારા' તેની લાસ્ટ ફિલ્મ સાબિત થઇ જે તેના મૃત્યુના અંદાજે દોઢ મહિના પછી 24 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. સુશાંત 14 જૂન, 2020ના રોજ તેના મુંબઈ સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળ્યો હતો. ત્યારબાદ તેને આત્મહત્યા ગણાવવામાં આવી હતી પણ પછી શંકાસ્પદ સ્થિતિમાં CBIને તપાસ સોંપવામાં આવી જે હજુ સુધી ચાલું છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140