મધર ટેરેસા, મહાત્મા ગાંધી અને આલ્બર્ટ આઇન્સ્ટાઇનના અવતારમાં દેખાવા ઈચ્છતો હતો સુશાંત સિંહ રાજપૂત, પોતાની લુક-બુક તૈયાર કરી રાખી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 13:28:19
  • Views : 336
  • Modified Date : 2021-01-21 13:28:19

    બોલિવૂડના ફેમસ મેકઅપ આર્ટિસ્ટ પ્રીતિશીલ સિંહે દિવંગત એક્ટર સુશાંત સિંહની ફિલ્મ 'છિછોરે'માં તેની સાથે છેલ્લીવાર કામ કર્યું હતું. ફિલ્મમાં તેના કેરેક્ટરને એક યંગ કોલેજ સ્ટુડન્ટથી લઈને ઉંમરલાયક દેખાડવામાં પ્રીતિશીલનો મહત્ત્વનો રોલ હતો. આજે સુશાંતના જન્મદિવસના ખાસ અવસરે પ્રીતિશીલે તેની સાથે જોડાયેલી અમુક ખાસ વાતો યાદ શેર કરી છે. 'સુશાંત ઘણો ક્રિએટિવ માણસ હતો. 'છિછોરે' ફિલ્મના શૂટિંગ દરમિયાન જ્યારે તેને તૈયાર કરી રહી હતી ત્યારે સુશાંતે ખુદને અરીસામાં જોયો અને કહ્યું કે ટકલા માણસનું રૂપ તેને ઘણું ગમ્યું. તે હંમેશાં ખુદને અલગ-અલગ લુકમાં જોવાની ઈચ્છા રાખતો હતો. એટલું જ નહીં, તે પોતાના લુક્સ સાથે જોડાયેલી દરેક ક્રિએટિવિટી પણ મારી સાથે શેર કરતો હતો.'


    પ્રીતિશીલ આગળ જણાવે છે, 'શૂટિંગ દરમિયાન તેણે મને એક મીટિંગમાં તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. તે એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો જેમાં તે મધર ટેરેસા, મહાત્મા ગાંધી અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનના રૂપમાં દેખાવાનો હતો. તેણે મને આ લુક્સને તૈયાર કરવાની વાત કરી હતી. તેણે પોતાના માટે એક લુક-બુક બનાવી હતી, જ્યાં તે 7 મોટી હસ્તીના લૂકમાં ખુદને જોવા ઈચ્છતો હતો. ઘણા દિવસ સુધી આ પ્રોજેક્ટને લઈને અમારી ચર્ચા ચાલી હતી. તે આ પ્રોજેક્ટને લઈને ઘણો ઉત્સાહિત હતો.'


    સુશાંત સિંહ રાજપૂત 14 એપ્રિલ, 2020ના રોજ તેના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળ્યો હતો. અચાનક મૃત્યુથી એક્ટરના બધા ફેન્સ ઘણા શોકમાં હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ઝાટકો લાગ્યો હતો. એક્ટરના મૃત્યુ બાદ 24 જુલાઈના રોજ તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ હતી.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140