સુશાંત સિંહ રાજપૂત ની અંતિમ તસવીર આવી સામે, જુઓ તસવીરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 17:48:59
  • Views : 2864
  • Modified Date : 2020-06-14 17:48:59

સુશાંત સિંહ રાજપૂતે આજે એટલે કે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે સુશાંતના નોકરે આ અંગેની માહિતી પોલીસને આપી હતી. 34 વર્ષીય સુશાંતે આત્મહત્યા કેમ કરી તેને લઈ હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. આઠ જૂનના રોજ સુશાંતની પૂર્વ મેનેજરે દિશાએ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી.. એક ચર્ચા પ્રમાણે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો.

સુશાંતની બૉડીને સૌ પહેલાં તેના નોકરે પંખા સાથે લટકતી હાલતમાં જોઈ હતી. પછી પોલીસને માહિતી આપી હતી. કહેવાય છે કે નોકરે દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દરવાજો તૂટ્યો નહીં તો એક્ટરના મેનેજરે ચાવીવાળાને બોલાવ્યો હતો. પછી દરવાજો ખોલવામાં આવ્યો હતો. પોલીસે ચાવીવાળાનું નિવેદન નોંધ્યું છે. સુશાંતે છેલ્લીવાર પોતાના મિત્રને કૉલ કર્યો હતો. તે કોણ હતું અને કૉલનો સમય શું હતો, તેની માહિતી પોલીસે આપી નથી.છ મહિનાથી ડિપ્રેશનમાં

સૂત્રોના મતે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને દવા લેતો હતો. જે સમયે તેણે આત્મહત્યા કરી તે સમયે તેના મિત્ર ઘરમાં તેની સાથે હતાં. પોલીસ તેની પૂછપરછ કરી શકે છે. સુશાંતની બૉડીને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવી છે. ત્રણ ડોક્ટરની ટીમ પોસ્ટમોર્ટમ કરશે. 50 સપનાઓનું વિશલિસ્ટ બનાવ્યું હતું

સુશાંતે જે પગલું ભર્યું તેનાથી તે એકદમ વિરુદ્ધમાં હતો. તેણે પોતાના 50 સપનાઓનું એક વિશલિસ્ટ પણ બનાવ્યું હતું. એક દિવસ CIRN જવું. ધ યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યૂક્લિયર રિસર્ચને CIRN કહેવામાં આવે છે. અહીંયા ગોડ પાર્ટિકલ સંબંધિત લાર્જ હેડ્રોન કોલાઈડરનું પરિક્ષણ ચાલે છે. સુશાંત ભણવામાં અવ્વલ હતો. 

ટીવી એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી
34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખત એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી ઓળખ મળી હતી. 

‘કાઈ પો છે’ પહેલી ફિલ્મ
સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેણે ‘શુદ્ધ દેસી રોમાંસ’માં પરિણીતી ચોપરા તથા વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો. જોકે, તેની સૌથી વધુ ચર્ચા ફિલ્મ ધોનીની બાયોપિક પર થઈ હતી. સુશાંતની આ પહેલી ફિલ્મ હતી, જેણે 100 કરોડનું કલેક્શન કર્યું હતું. સુશાંતે ‘સોનચિરિયા’ તથા ‘છિછોરે’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘કેદારનાથ’માં જોવા મળ્યો હતો. 

પટનામાં જન્મ
સુશાંતનો જન્મ પટનામાં 21 જાન્યુઆરી, 1986 થયો હતો. સુશાંતે અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે. 

માતાની નિકટ હતો
સુશાંત પોતાની માતાની ઘણી જ નિકટ હતો. જોકે, વર્ષ 2002માં તેમના નિધન બાદ સુશાંત ઘણો જ હતાશ થઈ ગયો હતો. સુશાંતે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગની એન્ટ્રેસ એક્ઝામ વર્ષ 2003માં ઓલ ઈન્ડિયામાં સાતમો રેન્ક મેળવ્યો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને એક્ટિંગ માટે ત્રીજા વર્ષે કોલેજ છોડી દીધી હતી. 

લાસ્ટ પોસ્ટ માતાને યાદ કરતી હતી
સુશાંત સિંહે ત્રણ જૂનના રોજ માતા સાથેની તસવીર શૅર કરી હતી. તેણે પોસ્ટમાં કહ્યું હતું, ‘અશ્રુના ટીપામાંથી ધૂંધળા થતા ભૂતકાળનું બાષ્પીભવન... અંતિમ સ્વપ્નોના સ્મિતની કોતરણી અને ક્ષણિક જીવન, જે બંને વચ્ચે વાટાઘાટો કરે છે...’ આ પોસ્ટ પરથી સુશાંત સિંહ ડિપ્રેશનમાં હોવાનું જણાઈ આવે છે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121