સુરતમાં અઠવાગેટ નજીક મનપા કર્મચારીએ જાહેરમાં થૂંકવા માટે યુવાનને ઉઠક બેઠક કરાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 17:03:12
  • Views : 378
  • Modified Date : 2019-08-31 17:03:12

શહરેના અઠવા ગેટના લાલ બંગલો નજીક એક યુવકને જાહેરમાં થૂંકવા માટે પાલિકાના કર્મચારી દ્વારા ઉઠક-બેઠક કરાવવામાં આવી હોવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયો ગત રોજનો હોવાનું અને દંડ માંગતા પૈસા ન હોવાનું જણાવતા ઉઠક-બેઠક કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

15 ઓગસ્ટથી જાહેરમાં થૂંકવા પર દંડની શરૂઆતપાલિકા દ્વારા જાહેરનામુ બહાર પાડી જાહેરમાં થૂંકવા કે કચરો કરવા પર 100 રૂપિયાના દંડની જાહેરાત કરવામાં આવી હતી. પાલિકાના સીસીટીવી અથવા પાલિકાના અધિકારીઓના ધ્યાનમાં આવે તો 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જોકે, આ દંડ સાત દિવસમાં ન ચૂકવવામાં આવે તો 250 રૂપિયા દંડ કરવામાં આવે છે. અને જો તેમ છતા ન ભરવામાં આવે તો 1000 રૂપિયા સુધીનો દંડ ભરવાનો રહે છે. 


જાહેરમાં જ ઉઠક બેઠક કરી સજા આપીમળતી માહિતી પ્રમાણે સુરત મહાનગર પાલિકાએ શહેરને ચોખ્ખું અને સ્વચ્છ રાખવા માટે સુમન આઇ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. જેના પગલે શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાથી જાહેરમાં થૂંકનાર કે ગંદકી કરનાર લોકોના ફોટા પાડીને ઇ મેમો આપવામાં આવી રહ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે. જે રસ્તાઓ ઉપર ફરીને જાહેરમાં થૂંકનાર કે ગંદકી કરનાર વ્યક્તિને અટકાવીને તેની પાસે દંડ પેટે 100 રૂપિયા વસૂલવાની કામગીરી કરે છે. જો વ્યક્તિ દંડ ભરવાની આનાકાની કરે તો સ્કોડના અધિકારીઓ જે તે વ્યક્તિને જાહેરમાં જ ઉઠક બેઠક કરી સજા આપે છે. જેનાથી તે ફરીથી આવી ભૂલ ન કરે.

Download Our B K News Today App



Related News