ફડનવીસની શપથવિધીને પડકારથી અરજી પર સુપ્રીમમાં સુનાવણી ભાજપને આમંત્રણ સંબંધિત પત્રને આજે રજુ કરવા સુપ્રીમનો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-25 11:31:56
  • Views : 412
  • Modified Date : 2019-11-25 11:31:56

મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસના નેતૃત્વમાં ભાજપ સરકાર એનસીપીના સમર્થનથી બની ચુકી છે પરંતુ હજુ પણ સરકારની રચનાને લઈને અનેક વાંધાઓ સપાટી પર આવી રહ્યા છે. સરકાર રચવાને લઈને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટમાં આજે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસના શપથગ્રહણને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી શિવસેના-કોંગ્રેસની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસ-શિવસેના-એનસીપી દ્વારા વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી ચુકી છે. હવે આગામી સુનાવણી સોમવારના દિવસે સવારે ૧૦.૩૦ વાગે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતી વેળા આજે અંતે કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર, દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારને નોટીસ ફટકારી હતી. કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આવતીકાલે સોમવારના દિવસે રાજ્યપાલના એ પત્રને કોર્ટમાં રજુ કરવા માટે આદેશ કર્યો છે. જેમાં રાષ્ટ્રપતિ શાસન દુર કરવા અને દેવેન્દ્ર ફડનવીસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કોર્ટે મહેતાની એવી અપીલને ફગાવી દીધી હતી જેમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના પત્રોને કોર્ટમાં રજુ કરવા માટે બે દિવસની મહેતલ માંગવામાં આવી હતી. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે, તેમની પાસે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમતી છે. જા દેવેન્દ્ર ફડનવીસની પાસે બહુમતી છે તો તેમને ગૃહમાં સંખ્યાબળ સાબિત કરવાની સુચના આપવી જાઈએ. ત્રણેય પક્ષોએ એમ પણ કહ્યું છે કે, લોકશાહીની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. લોકશાહીની હત્યા કરવામાં આવી છે. એનસીપીના ૪૧ ધારાસભ્ય ભાજપની સાથે ન હોવા છતાં સરકાર બનાવવાની મંજુરી આપી દેવામાં આવી છે. જÂસ્ટસ એનવી રમન્ના, જÂસ્ટસ અશોક ભુષણ અને જÂસ્ટસ સંજીવ ખન્નાની બેંચ સમક્ષ ગઠબંધન તરફથી રજુ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, જા ફડનવીસની પાસે સંખ્યાબળ છે તો બહુમતી સાબિત કરી શકે છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અમારી પાસે પણ બહુમતી રહેલી છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ શિવસેના-એનસીપી-કોંગ્રેસ તરફથી પોતાની રજુઆત કરીને કહ્યું હતું કે, શરદ પવારની સાથે એનસીપીના ૪૧ ધારાસભ્ય છે. સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે, એનસીપીના કુલ ધારાસભ્યોની સંખ્યા ૫૪ છે. ૪૧ ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજ્યપાલને પત્ર લખ્યો છે કે, અજીત પવારને વિધાનસભા પક્ષના નેતા તરીકે દુર કરી દેવામાં આવ્યા છે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, રાજ્યપાલે સત્તારૂઢ પાર્ટીને બહુમતી પુરવાર કરવા માટે ૩૦મી નવેમ્બર
સુધીનો જે સમય આપ્યો છે તેનો અર્થ કઈ અલગ છે. લોકશાહીની સાથે પૂર્ણ રીતે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. લોકશાહીની હત્યા કરવામાં આવી છે. સરકાર બનાવવાની મંજુરી એ વખતે આપવામાં આવી છે જ્યારે એનસીપીના ૪૧ ધારાસભ્ય તેમની સાથે નથી. બીજી બાજુ વરિષ્ઠ વકીલ મુકુલ રોહતાગીએ ભાજપ તરફથી કોર્ટમાં રજુઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ અરજી મુંબઈ હાઈકોર્ટમાં દાખલ થવી જાઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આમા કોઈ બે મત નથી કે શÂક્ત પરિક્ષળ બહુમત પુરવાર કરવા માટે સૌથી સારા તરીકા તરીકે છે. રોહતાગીએ કહ્યું હતું કે, કઈ રીતે કોઈ રાજકીય પાર્ટીઓ મુળભૂત અધિકારોના ભંગ માટે કલમ ૩૨ હેઠળ કોર્ટમાં જઈ શકે છે. એનસીપીની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. રોહતાગીએ કહ્યું હતું કે, ત્રણેય પક્ષોને સરકાર બનાવવાની તક આપવામાં આવી હતી પરંતુ સરકાર બનાવવાના પ્રયાસ કરાયા ન હતા. જેથી
ફડનવીસને બહુમતી સાબિત કરવાની તક આપવામાં આવે કારણ કે કોઈ પણ ઉતારળ નથી. સિંઘવીએ આ ગાળા દરમિયાન ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકારને બરખાસ્ત કરવા જેવા મામલાઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, શક્ત પરિક્ષણ સર્વશ્રેષ્ઠ છે.

Download Our B K News Today App



Related News