દિલ્હીમાં બુલડોઝર પર સુપ્રીમ કોર્ટે લગાવી 'બ્રેક': તંત્રને અપાયા મોટા આદેશ, કાલે ફરી સુનાવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-20 11:48:27
  • Views : 193
  • Modified Date : 2022-04-20 11:48:27

દિલ્હીમાં બુલડોઝર પર સુપ્રીમ કોર્ટે લગાવી 'બ્રેક': તંત્રને અપાયા મોટા આદેશ, કાલે ફરી સુનાવણી

 

દિલ્હીમાં જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના રોજ થયેલી હિંસા બાદ આજે ગેરકાયદે આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું અભિયાન શરૂ છે. ત્યારે બુલડોઝરની કડક કાર્યવાહી વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ અપાયો છે. એટલે કે હવે આજે દબાણ હટાવવાની કામગીરી નહીં થાય. આવતી કાલે આ મામલે સુનાવણી થશે.

 

અત્રે તમને જણાવી દઇએ કેદિલ્હીના જહાંગીરપુરી હિંસામાં હનુમાન જયંતિ પર થયેલી હિંસા બાદ હવે આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું એલાન કરી દીધું છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં ભારે ફોર્સનો ખડકલો ખડકી દેવાયો છે. લોકોએ પોતાના સામાન પણ હટાવવાની શરૂઆત કરી દીધી છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઇ ગયો છે.

 

MP બાદ હવે દિલ્હીના જહાંગીરપુરમાં બુલડોઝર ચલાવવાનું શરૂ કરી દીધું

જહાંગીરપુરી હિંસા બાદ વહીવટીતંત્ર ખૂબ જ કડક બન્યું છે. આથી, જહાંગીરપુરીમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા આજે MCD દ્વારા બુલડોઝર ચલાવવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં દિલ્હી પોલીસના ભારે પોલીસ દળ સહિત પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરી દેવાઇ છે.

 

સુરક્ષાદળોએ કર્યું ફ્લેગ માર્ચ

આ દરમિયાન MCD એ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દિલ્હી પોલીસ પાસેથી 400 જવાનોની માંગ કરી છે કે જેઓ કાયદો અને વ્યવસ્થા સંભાળશે. રોડની બાજુમાં જે કચરો પડેલો છે તે કચરો પણ બુલડોઝર દ્વારા દૂર કરાય તેવી શક્યતા. જો કે, કોઈનું ઘર તૂટે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. જહાંગીરપુરી હિંસા બાદ ઉત્તર MCD અને ગૃહ મંત્રાલયના કડક પગલાં લેવાના આદેશ બાદ સમગ્ર વિસ્તારમાં રસ્તાઓ પર અતિક્રમણ કરનારા તમામ લોકો સવારથી જ સામાન હટાવવા આવી ગયા હતા.

સુરક્ષા એજન્સીઓએ કોઇ પણ પ્રકારના ઉપદ્રવથી બચવા માટે આજે ​​તમામ અર્ધલશ્કરી દળોને છત પર તૈનાત કરી દીધા છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના કે પથ્થરમારો ન થાય. આ સાથે જ બુલડોઝરથી અતિક્રમણને હટાવતી વેળાએ જે-તે વિસ્તારમાં હિંસા ન થાય અથવા તો ગેરકાયદેસર જૂથવાદ ન થાય તે માટે આ બાબતને ધ્યાનમાં રાખીને લોકો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા પણ મંગાવવામાં આવ્યા છે.

 

1500થી વધારે જવાન તૈનાત

જહાંગીરપુરીમાં પોલીસને 14 ટીમમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમમાં પેરામિલિટ્રી ફોર્સની એક કંપની અને દિલ્હી પોલીસના 50 જવાન તૈનાત છે, પેરામિલિટ્રી ફોર્સ સહિત અંદાજે 1500થી પણ વધારે પોલીસકર્મીઓ હિંસાગ્રસ્ત વિસ્તારમાં જહાંગીરપુરીમાં તૈનાત કરવામાં આવ્યા છે.

 

Download Our B K News Today App



Related News