'સુપર 30'નું ટ્રેલર, ટીચર બની છવાયો ઋત્વિક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-04 17:12:24
  • Views : 873
  • Modified Date : 2019-06-04 17:12:24

બોલીવુડના હોટથ્રોબ ઋત્વિક રોશન બે વર્ષ બાદ ફરીથી બોક્સ ઓફિસ પર છવાઇ જવા માટે તૈયાર છે. ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સુપર 30'નું ટ્રેલર આજે રિલીઝ કરી દીધું છે. ઋત્વિક રોશનની આ ફિલ્મ બિહારના ફેમસ ટીચર આનંદ કુમારના જીવન પર આધારિત છે જેમાં આનંદ કુમારની ભૂમિકા ઋત્વિક રોશન ભજવી રહ્યા છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 12 જુલાઇના રોજ રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર જોઇને લાગે છે કે ઋત્વિક રોશનની બે વર્ષની આકરી મહેનત બોક્સ ઓફિસ પર તેમને સફળતા અપાવવા માટે તૈયાર છે.પટનાની ચર્ચિત શિક્ષણ સંસ્થા 'સુપર 30'ના સંસ્થાપક આનંદ કુમાર પર બનેલી બાયોપિક 'સુપર 30' ટૂંક સમયમાં જ રિલીઝ થવા માટે તૈયાર છે. તમને જણાવી દઇએ કે સોમવારે ઋત્વિક રોશને પોતાના ટ્વિટની સાથે ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું હતું. અભિનેતા દ્વારા ફિલ્મ વિશે નવી જાણકારીઓ શેર કરતાં 'સુપર 30' જલદી રિલીઝ થવા માટે તૈયાર છે. તમને જણાવી દઇએ કે પોતાના ટ્વિટની સાથે ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું હતું. અભિનેતા દ્વારા ફિલ્મ વિશે નવી જાણકારી શેર કરતાં 'સુપર 30' દુનિયાની જાણિતી વેબસાઇટ આઇએમડીબીની સૌથી બહુપ્રતીક્ષિત ફિલ્મ બની ગઇ છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118