સુનીલ શેટ્ટી : એક્ટરે કહ્યું,‘મારી સાથે કોઈ 50 કરોડની ફિલ્મનું પણ રિસ્ક નહીં લે, પણ તેઓ અક્ષય કુમાર સાથે 500 કરોડની ફિલ્મ કરશે’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-26 16:20:31
  • Views : 682
  • Modified Date : 2021-04-26 16:20:31

    સુનીલ શેટ્ટી આશરે ત્રણ દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેણે 1992માં રિલીઝ ફિલ્મ ‘બલવાન’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું અને અત્યાર સુધી 125થી વધુ ફિલ્મો(હિન્દી ઉપરાંત તેલુગુ, તમિળ, મરાઠી, કન્નડ, મલયાલમ, અંગ્રેજી)માં કામ કર્યું છે. એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે કરિયરમાં પોતે કરેલી ભૂલ સ્વીકારી છે. સાથે એ પણ માન્યું કે મારી સાથે કોઈ 50 કરોડની ફિલ્મનું પણ રિસ્ક નહીં લે. જ્યારે અક્ષય કુમાર સાથે 500 કરોડની ફિલ્મનું પણ રિસ્ક લઇ શકે છે.

    59 વર્ષીય સુનીલે વાતચીત દરમિયાન કહ્યું, મારી તકલીફ ટાઈપકાસ્ટ બનીને રહેવું નથી, પણ સેફ ગેમ રમવામાં મને તકલીફ પડી. આ સબ્જેક્ટથી મારા પર કોઈ અસર થઇ નથી. તમે અમુક બેનર્સને જ મહત્ત્વ આપો છો અને ઉપરથી કહો છો કે હું તો માત્ર XYZ સાથે જ કામ કરીશ તો તેની અર્થ એ થાય કે તમારામાં નિર્ણય લેવાની ક્ષમતા જ નથી.સુનીલ શેટ્ટીએ આગળ કહ્યું, સૌથી જરૂરી વસ્તુ છે તમારી ઈમેજ બનવી અને ટાઈગર તથા આયુષ્માને તેમની ઈમેજ બનાવી લીધી છે. આ બંને નામ વખાણવાલાયક છે.

    એક્ટરે જણાવ્યું, જો તમે રિસ્ક નહીં લઇ શકતા તો તમે એક્ટર જ નથી. તમારી સ્ટાઇલ બનાવો. ટાઈગર શ્રોફને જોઈ લો, આયુષ્માન ખુરાનાને જુઓ, સલમાન ખાનને જુઓ, આ બધા તેમની મહેનતે આગળ આવ્યા છે. અમે બધા પોતાની મહેનતે ઊભા છીએ, પરંતુ તે સમયે અક્ષય કુમાર અને અજય દેવગણ પણ બહુ ફેમસ થયા હતા. પોતાની નિષ્ફળતા કબૂલતા એક્ટરે કહ્યું, એક સુનીલ શેટ્ટી હતો, જે થોડા વર્ષ પછી નિષ્ફળ ગયો. કારણકે તે સબ્જેક્ટમાં વિશ્વાસ રાખતો હતો પણ માર્કેટિંગમાં પાછળ રહી ગયો. હું બોક્સ ઓફિસ વિશે વાત કરી રહ્યો છું. અમે લોકો બોક્સ ઓફિસ અને લોકોના રિએકશનથી બનીએ છીએ. કોઈ પણ સુનીલ શેટ્ટી સાથે 50 કરોડની ફિલ્મનું રિસ્ક નહીં લે, પણ તેઓ અક્ષય કુમાર સાથે 500 કરોડની ફિલ્મનું રિસ્ક લેશે. મારાથી ભૂલ થઇ છે પરંતુ ઇટ્સ ઓકે. આ અનુભવ મારા દીકરા અહાનને કામમાં આવશે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138