સુખવિન્દર સુક્ખુએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-12 12:24:20
  • Views : 198
  • Modified Date : 2022-12-12 12:27:29

કોંગ્રેસના નેતા સુખવિન્દરસિંહ સુક્ખુએ આજે આવેલા રિજ મેદાન ખાતે હિમાચલ પ્રદેશના 15મા મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. સુક્ખુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેન્દ્ર બધેલની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ કર્યા હતા. સુક્ખુ બાદ મુકેશ અગ્નિહોત્રીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.

સુખવિન્દરસિંહના શપથ ગ્રહણ સમારંભમાં તેમના કટ્ટર હરિફ અને મુખ્યમંત્રીપદના મજબૂત દાવેદાર ગણાતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિરભદ્રસિંહના પત્નિ પ્રતિભાસિંહ પણ મંચ ઉપર હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રતિભાસિંહે ખુબ મજબૂતીથી મુખ્યમંત્રીપદનો દાવો કર્યો હતો. તેમનું  કહેવું હતું કે રાજ્યમાં વીરભદ્રસિંહના નામે  મત માંગવામાં આવ્યા હતા અને પ્રજાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના નામ ઉપર જ કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા હતા. તેથી રાજ્યનું મુખ્યમંત્રીપદ પણ તેમના પરિવારનાજ કોઇ સભ્યને અપાવું જોઇએ. જો કે શુક્રવારે મળેલી વિધાનસભાપક્ષની બેઠકમાંચૂંટાઇ આવેલા તમામ 40 ધારાસભ્યોમાં સર્વસંમતિ ઉભી થઇ હતી કે  કોંગ્રેસ હાઇકમાન્ડ જેનું નામ સૂચવશે તેને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

હાઇકમાન્ડે સુખવિન્દસિંહના નામ ઉપર મહોર મારી દીધી હતી અને આજે તેમણે શપથ લીધા બાદ રાજ્યની સત્તા સંભળી લીધી હતી. આજથી હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના શાસનની શરૂઆત થઇ હતી.

સુખવિન્દર સિંહ સુખ્ખુ હિમાચલ પ્રદેશ કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ છે અને તે હમીરપુર જિલ્લાની નાદૌનવિધાસભા બેઠક ઉપરથી ભાજપના વિજય કુમારને 33000 મતોથી પરાજય આપી વિજેતા ઘોષિત થયા હતા. મહત્વની વાત એ છે કે સુખ્ખુ સતત ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

સુખ્ખુએ શિમલાની સરકારી કોલેજમાં શિક્ષણ લેતી વખતે જ પોતાની રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હતો. તેમણે પ્રદેશ યુનિવર્સિટિમાંથી અનુસ્તાકકની પદવી લીધી હતી અને ત્યારબાદ એલએલબીની ડિગ્રી પણ લીધી હતી. તે વિદ્યાર્થી સંઘના સેક્રેટરી અને બાદમાં અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા હતા. હિમાચલ પ્રદેશમાં આવેલા  કોંગ્રેસના નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઇ)વિદ્યાર્થી સંગઠનમાં પણ તેમણે છ વર્ષ સુધી એટલે કે 1989થી 1995 સુધી અદ્યક્ષપદે પોતાની સેવાઓ આપી હતી. 2013ની સાલમાં તેમને હિમાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. અલબત્ત ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવતા સુખવિન્દરસિંહને 2012ની ચૂંટણીમાં પરાજયનો સ્વાદ પણ ચાખવો પડ્યો હતો.

Download Our B K News Today App



Related News