‘સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા’ જમશેદ જે ઇરાનીએ દુનિયાને કહ્યું અલવિદા : જમશેદપુરમાં જ લીધા અંતિમ શ્વાસ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-01 12:09:52
  • Views : 296
  • Modified Date : 2022-11-01 12:09:52

    ભારતમાં સ્ટીલ મેન ઑફ ઈન્ડિયા તરીકે ઓળખાતા જમશેદ જે ઈરાનીનું સોમવારે મોડી રાતે નિધન થયું છે, 85 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. ટાટા સ્ટીલ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ઈરાની છેલ્લા છાર દાયકાથી ટાટા સ્ટીલ કંપની સાથે જોડાયેલા હતા અને વર્ષ 2011માં નિવૃત્ત થયા હતા. ટાટા સ્ટીલ કંપનીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવવામાં તેમનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. જમશેદ ઈરાનીનો જન્મ નાગપુરમાં થયો હતો અને તેમણે ત્યાં જ MSC સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને તે બાદ વધુ અભ્યાસ માટે તેઓ યુકે ગયા હતા. PHD થયા બાદ 1968માં ટાટા સ્ટીલ કંપનીમાં કામ કરવા માટે તેઓ ફરીથી ભારત આવ્યા હતા. ટાટા સ્ટીલમાં જોડાયા બાદ પોતાના કામથી તેઓએ કંપનીની સેવા કરી અને ધીમે ધીમે તેઓ ડિરેક્ટર સુધીના પદ સુધી પહોંચ્યા. વર્ષ 1981માં બોર્ડ ઑફ ડિરેક્ટરમાં સામેલ થયા અને તે બાદ ગેર કાર્યકારી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી. ટાટા મોટર્સ તથા ટાટા અન્ય કંપનીમાં ઈરાની ડિરેક્ટર બ્યા હતા. નોંધનીય છે કે તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 

 

Download Our B K News Today App



Related News