સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા ટેન્ટ સિટીમાં આગ, પ્રવાસીઓ સુરક્ષિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-13 12:30:26
  • Views : 475
  • Modified Date : 2019-04-15 11:29:30

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક તૈયાર કરવામાં આવેલા ટેન્ટ સિટીના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા પ્રવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે સદસનીબે ટેન્ટ સિટીમાં આગ ફેલાઇ નહોતી. જેથી પ્રવાસીઓ સુરક્ષિત રહ્યા હતા.

કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તળાવ નં-3 પાસે ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ પીએમ નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર, 2018ના રોજ કર્યું હતું. આ ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે 3 વાગ્યે આગ ફાટી નીકળી હતી. જેને પગલે નર્મદા નિગમ અને GSELના 4 બંબા સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.

ટેન્ટ સિટીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. અને ગોડાઉન જ્યારે બંધ હતું. તે સમયે આગ લાગી હતી. 

Download Our B K News Today App



Related News