સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ક્લાર્ક મેન એક્ઝામનું રિઝલ્ટ જાહેર કર્યું, ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઇને રિઝલ્ટ ચેક કરી શકાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 14:46:58
  • Views : 360
  • Modified Date : 2020-12-25 14:46:58

    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ SBI ક્લાર્ક મેન એક્ઝામનું રિઝલ્ટ 2020 જાહેર કર્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ક્લાર્કની પોસ્ટ પર ભરતી માટે લેવામાં આવેલી પરીક્ષા આપનાર ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જઇને તેમનું રિઝલ્ટ ચેક કરી શકે છે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક (જુનિયર અસોસિએટ) માટે ભરતી પરીક્ષા 31 ઓક્ટોબર અને 07 નવેમ્બરના રોજ વિવિધ કેન્દ્રો પર યોજવામાં આવી હતી. આ રિક્રુટમેન્ટ ડ્રાઇવ દ્વારા કુલ 8,000 જગ્યાઓ ભરવામાં આવશે. આ 8,000 પોસ્ટમાંથી 7,870 પોસ્ટ રેગ્યુલર વેકન્સી હેઠળ આવે છે, જ્યારે 130 જગ્યાઓ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઇવ હેઠળ છે.

  •     સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર sbi.co.in/ પર જાઓ.હોમપેજ પર જઇને “RECRUITMENT OF JUNIOR ASSOCIATES (CUSTOMER SUPPORT & ALES) પર ક્લિક કરો.નવા પેજ પર માગવામાં આવેલી બધી વિગતો દાખલ કરો.બધી વિગતો ભર્યા પછી સબમિટ પર ક્લિક કરો.સબમિટ કરતાં જ PDF ફોર્મમાં SBI ક્લાર્ક મેન એક્ઝામનું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે.

Download Our B K News Today App



Related News