રાજ્યમાં 15મીથી શિયાળો શરૂ થઈ જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 17:24:20
  • Views : 500
  • Modified Date : 2019-11-11 17:24:20

રાજ્ય પરથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 13-14 નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે શિયાળાની શરૂઆત પહેલા જ કમોસમી વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે.તેવામાં વધુ આગામી 13-14 નવેમ્બરના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારબાદ  15મીથી  શિયાળો શરૂ થાય તેવું લાગી રહ્યું છે.આમ 13 નવેમ્બરે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર સહિતના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ અને 14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 15 નવેમ્બરે શિયાળાની શરૂઆત થતાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનું શરૂ થશે.તેની સાથે જ ખેડૂતોમાં ચિંતા વધવા પામી છે.હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

Download Our B K News Today App



Related News