સિંઘમ', 'સિંબા' અને 'સુર્યવંશી' એક સાથે!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 13:10:17
  • Views : 578
  • Modified Date : 2019-05-07 13:10:17

અજય દેવગણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ખાસ તસવીર શેર કરી છે. જેમાં તે રોહિત શેટ્ટી અને કરણ જોહરની સાથે નજર આવે છે. આ તસવીરની ખાસ વાત એ છે કે આ સિંઘમની ફ્રેન્ચાઇઝી ફિલ્મો અંગે છે. રોહિત શેટ્ટીનાં ડિરેક્શનમાં બનેલી અને બનવા જઇ રહેલી ફિલ્મો અને તેનાં સુપરસ્ટાર્સ એક સાથે નજર આવી રહ્યાં છે.અજય દેવગણ, રણવીર સિંઘ અને અક્ષય કુમાર એક જ ફ્રેમમાં છે. રોહિત શેટ્ટીએ સૌથી પહેલાં 'સિંઘમ' બનાવી અને તે બાદ અજય દેવગણની સાથે જ તેણે 'સિંઘમ રિટર્ન' બનાવી. આ જ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ આવી 'સિંબા' જેમાં લિડ એક્ટર હતો રણવીર સિંઘ પણ ફિલ્મમાં અજય દેવગણનો નાનકડો રોલ છે જે ફિલ્મની હાઇલાઇટ છે.ત્યારે હવે અક્ષય કુમાર આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા જઇ રહ્યો છે અને આ ફિલ્મ પણ રોહિત શેટ્ટી જ બનાવશે. આ ફિલ્મનું નામ હશે 'સુર્યવંશી' જેને પણ રોહિત શેટ્ટી જ ડિરેક્ટ કરશે.આપને જણાવી દઇએ કે સૌથી પહેલા આવેલી અજય દેવગણ સ્ટાર 'સિંઘમ'ને રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટે પ્રોડ્યુસ કરી હતી. જ્યારે અજય દેવગણની બીજી ફિલ્મ 'સિંઘમ રિટર્ન'ને ખુદ અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ મળીને પ્રોડ્યુસ કરી હતી.રણવીર સિંઘની સિંબાને રોહિત શેટ્ટી અને કરણ જોહરનાં ધર્મા પ્રોડક્શને મળીને પ્રોડ્યુસ કરી હતી. જે બાદ હવે આવી રહેલી અક્ષય કુમારની 'સુર્યવંશી'ને ત્રણ પ્રોડ્ક્શન હાઉસ હેઠળ પ્રોડ્યુસ થવા જઇ રહી છે. જેને રોહિત શેટ્ટી, કેપઓફ ગૂડ હોપની ફિલ્મ અને ધર્મા પ્રોડ્કશન મળીને પ્રોડ્યુસ કરી રહ્યાં છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139