અમરનાથ યાત્રા શ્રદ્ધાળુની નવી ટીમ રવાના કરી દેવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 11:44:53
  • Views : 368
  • Modified Date : 2019-07-20 11:44:53

અમરનાથ યાત્રા સાનુકુળ માહોલમાં ઉત્સાહ વચ્ચે જારી છે. આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના કરવામાં આવી હતી. સાવચેતીના પગલા વચ્ચે યાત્રા જારી રહી છે.આજે સવારમાં સઘન સુરક્ષા વચ્ચે   શ્રદ્ધાળુઓ બલતાલ માટે રવાના કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક શ્રદ્ધાળુઓની ટોળકી પહેલગામ માટે રવાના કરવામાં આવી હતી.  આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.  અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા  છે.  બે લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. હવે અમરનાથ યાત્રા સાનુકુળ રીતે આગળ વધી રહી છે.અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જાતા રહે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ  ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરી રહ્યા છે.  હવામાનની અનુકુળતા અને પવિત્ર ગુફામાં બાબા બર્ફાની વિરાજમાન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. પુરૂષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ જારદાર રીતે પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી અંદાજ લગાવી શક્યા છે કે આ વખતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે કાશ્મીર પહોંચ્યા હતા. અને સુરક્ષા પાસાની ચકાસણી કરી હતી. આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ માટે જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. શ્રદ્ધાળુઓમાં ત્રાસવાદી હુમલાની કોઇ દહેશત દેખાઇ રહી નથી. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો આ વખતે ખુબ ઉપર પહોંચી શકે છે.  ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ થઇ હતી. ત્યારબાદ છેલ્લા ૧૯ દિવસમાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. બાબા બર્ફાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓ રેકોર્ડ સંખ્યામાં પહોંચી રહ્યા છે. હજુ પણ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સુક બનેલા છે. બીજી બાજુ અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદ હજુ સુધી જુદા જુદા કારણોસર ૧૬ શ્રદ્ધાળુઓના મોત થઇ ચુક્યા છે. અમરનાથ યાત્રામાં આ વખતે આંકડો દર્શન
કરનારનો ત્રણ લાખ સુધી પહોચે તેવી શક્યતા છે.

Download Our B K News Today App



Related News