સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ક્વેના મફાકા આઈપીએલ 2024 રમવા માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જોડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-22 14:01:25
  • Views : 496
  • Modified Date : 2024-03-22 14:01:25

મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝનમાં ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાના સ્થાને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ક્વેના મફાકાને ટીમમાં સામેલ કર્યો છે. 17 વર્ષનો ક્વેના મફાફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાય ચૂક્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે એક વીડિયો શેર કર્યો છે. જેમાં ક્વેના મફાફ મુંબઈ ઈન્ડિયન્સની હોટલમાં એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે. તેની સાથે તેની માતા પણ જોવા મળી રહી છે.ફાસ્ટ બોલર મફાકા મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થઈ ગયો છે અને તે ટીમમાં સૌથી નાની ઉંમરના ખેલાડીઓમાંથી એક છે. દક્ષિણ આફ્રિકાએ મફાફને હજુ સુધી આંતરરાષ્ટ્રીય મેચમાં સ્થાન આપ્યું નથી, પરંતુ આ 17 વર્ષના ફાસ્ટ બોલરને અંડર 19 વર્લ્ડકપમાં 21 વિકેટ લીધી છે. અને તેને ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.મુંબઈ ઈન્ડિયન્સે શેર કરેલા વીડિયોમાં મફાફને તેના અભ્યાસને લઈ સવાલ પુછવામાં આવ્યો છે. મફાફે કહ્યું આ નિશ્ચિત રુપથી એક મુશ્કિલ સમય હશે.પરંતુ આનાથી ખુબ જ લેશન અને મોટી મહેનત પણ થશે. અહિ આવી હું ખુબ ખુશ છું. આ એક સુંદર શહેર છે. મફાફની માતા કહી રહી છે કે, મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ તેને ખુબ સારું લાગી રહ્યું છે. અમે ખુબ ભાગ્યશાળી છીએ કે, ક્વેના મુંબઈ ઈન્ડિયન્સના આટલા મોટા પરિવારનો ભાગ બન્યો છે મને આશા છે કે, તે શાનદાર પ્રદર્શ કરશે.રોહિત શર્માની કેપ્ટનવાળી 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ યુવાઓ ઉપર દાવ લગાવવા મશહુર છે. તેમણે ડેવાલ્ડ બ્રેવિસ, જેવા જુનિયર એબી નામથી પણ ઓળખવામાં આવે છે.

Download Our B K News Today App



Related News