સોનુ સૂદે કહ્યું - આ મુશ્કેલ સમયમાં પરીક્ષાઓ ન યોજાવી જોઈએ, પંજાબમાં વેક્સિનેશન ડ્રાઈવનો બ્રાન્ડ એમ્બેસડર બન્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 15:18:23
  • Views : 415
  • Modified Date : 2021-04-12 15:18:23

    સોનુ સૂદ સમગ્ર દેશના વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા સોનુ પરીક્ષાઓ રદ કરવાની માગ કરી રહ્યો છે. સોનુનો આ વીડિયો તે વિદ્યાર્થીઓ માટે લાઈફ સપોર્ટની જેમ સામે આવ્યો છે. સોનુએ લખ્યું છે- હું બધાને પ્રાર્થના કરું છું વિદ્યાર્થીઓનો સપોર્ટ કરો જે આ મુશ્કેલ સમયમાં પરીક્ષામાં બેસવા માટે મજબૂર છે.

    જેમ સામે આવ્યો છે. સોનુએ લખ્યું છે- હું બધાને પ્રાર્થના કરું છું વિદ્યાર્થીઓનો સપોર્ટ કરો જે આ મુશ્કેલ સમયમાં પરીક્ષામાં બેસવા માટે મજબૂર છે.

    વીડિયોમાં સોનુ કહી રહ્યો છે- આપણા દેશમાં બોર્ડ એક્ઝામ થઈ રહી છે, મને નથી લાગતું કે આપણા દેશની સિસ્ટમ અથવા વિદ્યાર્થીઓ આ સમયે એક્ઝામ માટે તૈયાર હોય. દેશમાં એક લાખ 35 હજાર કેસ છે, ત્યાર બાદ મને નથી લાગતું કે ઓફલાઈન એક્ઝામ આ સમયે કરવી યોગ્ય રહેશે. હું ઈચ્છું છું કે દરેક લોકો તેમના સપોર્ટમાં આવે, જેથી યોગ્ય સમય આવવા પર એક્ઝામ થઈ શકે અને લાખો લોકોના જીવનું જોખમ ટાળી શકાય. તાજેતરમાં સોનુ સુદે અમૃતસરમાં કોવિડ-19 વેક્સિન લીધી છે. તેમણે ‘સંજીવનીઃ એ શોર્ટ ઓફ લાઈફ’ વેક્સિન ડ્રાઈવની પણ શરૂઆત કરી. તેના કામની વાત કરીએ તો આ દિવસોમાં સોનુ સુદ પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138