સોનુ સૂદે 1 લાખ નોકરીની ઘોષણા કરી, જાણો બેરોજગાર કેવી રીતે કરી શકશે અરજી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-15 12:02:11
  • Views : 386
  • Modified Date : 2021-03-15 12:02:11

    બોલિવૂડ એક્ટર સોનુ સૂદ તેની ઉદારતાને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. અભિનેતાએ કોરોનાની મહામારીના સમયમાં ગરીબ પરિવારોને મદદ કરવા આગળ આવ્યા હતા. ગરીબોના મસીહા હરીકે ઓળખાતા સોનુ સૂદે ત્યાર બાદ વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લાવવાનું, ખેડૂતને ટ્રેક્ટર આપવાનું, વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલ ઉપલબ્ધ કરાવવાનું, એવા તો ઘણા કામ કર્યા છે. હવે સોનુ સૂદ દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે તે હવે એક કે બે નહીં પરંતુ લગભગ 10 કરોડ લોકોને મદદ મળશે.

    ખરેખર સોનુ સૂદે ટ્વિટર પર પોતાની મહત્વાકાંક્ષી યોજના શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તે દેશના 1 લાખ બેરોજગાર લોકોને કેવી રીતે નોકરી આપશે. સોનુ સૂદની આ ઘોષણા બાદ બધે જ તેની પ્રશંસા થઈ રહી છે. સોનુ સૂદે પોતાની ટ્વિટમાં લખ્યું- ‘નવું વર્ષ, નવી અપેક્ષાઓ. નવી નોકરીની તકો અને તે તકોને તમારી નજીક લાવતા, નવા અમે. પ્રવાસી રોજગાર હવે છે ગૂડવર્કર. ગુડવર્કર એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો અને કાલે સારા ભવિષ્યમાં વિશ્વાસ કરો.’

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121