સોનાક્ષી સિન્હાએ બનાવ્યો આ સૉલિડ પ્લાન...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-02 16:09:22
  • Views : 565
  • Modified Date : 2019-06-02 16:09:22

આજે અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો જન્મ દિવસ છે. તેને તેના મિત્રો સાથે જન્મદિવસ મનાવવા માટે કામથી વિરામ લીધો છે અને કહ્યું કે આ દરમિયાન તે માત્ર આરામ કરવા માંગે છે. સોનાક્ષીનો જન્મ દિવસ આજે એટલે કે 2 જૂન છે. સોનાક્ષી, મૃગદીપ સિંહ લાંબાની આગામી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ શર્મા અને રેપર બાદશાહ પણ છે. બાદશાહ, આ ફિલ્મમાંથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે.સોનાક્ષીએ તેના બે સહ કલાકારોની સાથે વિકેન્ડની રજા પર છે. સોનાક્ષીએ કહ્યું કે મારી પાસે બર્થડેનો સોલિડ પ્લાન છે. કામથી રજા લઇને તેને તેના નજીકના મિત્રો સાથે શહેરથી દૂર જવાનો પ્લાન બનાવ્યો છે. દર વર્ષે આ લોકેશન ચેન્જ થતું રહે છે. પરંતુ અમારો ઇરાદો એક જ રહે છે. લાંબાની ફિલ્મ સિવાય સોનાક્ષી પાસે મિશન મંગલ, દબંગ-3 અને ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા જેવી ફિલ્મો પણ છે. તેની સાથે જ તેની પાસે કેટલીક બ્રાન્ડ્સ ને એનડોર્સ કરવાનું કામ પણ છે.સોનાક્ષી ફિલ્મ ‘કલંક’માં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ શકી નથી. તેની પર વાત કરતા સોનાક્ષીએ કહ્યું હતું કે તે પોતાને એક એવી વ્યક્તિ માને છે કે જે અસફળતા પર પણ પોતાને સર્વશ્રેષ્ઠ કામ આપવા માટે તત્પર રહે છે. અભિનેત્રીનું કહેવું છે કે ફિલ્મો તેમના નિયંત્રણથી બહાર છે. જેથી તેને લઇને તે ચિંતા કરતી નથી. સોનાક્ષીએ કહ્યું કે તેના માટે દરેક ફિલ્મ મહત્વની છે. તેને કહ્યું કે ભગવાનને પ્રાર્થના કરે છે કે તેની દરેક ફિલ્મ સારી રહે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118