દિવાળી સુધીમાં સોનાનો ભાવ 40 હજારની સપાટીએ પહોંચશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-23 12:10:23
  • Views : 550
  • Modified Date : 2019-06-23 12:10:23

 સોનાના ભાવમાં છેલ્લા બે ત્રણ દિવસથી આગઝરતી તેજી જોવાઈ રહી છે સોનાના ભાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. સામાન્ય લોકોને સોનું ખરીદવું હવે મુશ્કેલ બની રહ્યું છે ત્યારે  હજુ પણ કિંમતોમાં દીવાળી સુધી ઉછાળો રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જાણકારોનો કહેવા મુજબ દીવાળી સુધી સોનુ 40 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે . દીવાળીના શુભ તહેવારોમાં અને ત્યાર બાદ આવનારા લગ્ન પ્રસંગો માટે લોકોને સોનું ખરીદવું ઘણું મોંઘુ બની જશે. અમેરિકા-ઈરાન વચ્ચે તનાવભરી સ્થિતિનીની વૈશ્વિક સ્તર પર અસરથી ભારતમાં સોનાની કિંમતો પ્રભાવિત થઈ શકે છે. ઈરાન અને અમેરિકા વચ્ચેની આગ ઘણા દેશોને દઝાજશે તે વાત નક્કી છે. જેને લઈને આગામા દિવસોમાં પેટ્રોલ અને સોનાના ભાવોમાં ભારે ઉછાળો આવશે.

Download Our B K News Today App



Related News