ભારતમાં 6 લોકોમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો, આ તમામ બ્રિટનથી તાજેતરમાં જ આવ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 14:59:15
  • Views : 371
  • Modified Date : 2020-12-29 14:59:15

    ભારતમાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન પહોંચી ગયો છે. અહીં છ સંક્રમિતમાં આ વાઈરસ મળ્યો છે. આ બધા તાજેતરમાં જ બ્રિટનમાંથી પરત ફર્યા હતા. જોકે હાલ એ જાણવા મળ્યું નથી કે આ દર્દીઓને એ ક્યાંથી મળ્યો છે. આ પૈકીનાં ત્રણ સેમ્પલ બેંગલુરુ, બે હૈદરાબાદ અને એક પુણેની ઈન્સ્ટિટયૂટમાં મોકલવામાં આવ્યાં હતાં. બ્રિટનમાં મળેલો આ વાઈરસ 70 ટકાથી વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાઈ રહ્યું છે.

    બ્રિટનમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના વધુ ખતરનાક બે વેરિયન્ટ મળી ચૂક્યા છે. પ્રથમ વેરિયન્ટ મળ્યા પછી ભારત સરકારે 21 ડિસેમ્બરે બ્રિટનમાંથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. જે લોકો આ પહેલાં ફ્લાઈટ્સથી ભારત પહોંચ્યા તેમનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.વાઈરસમાં સતત મ્યૂટેશન થતું રહે છે, એટલે કે એના ગુણ બદલાતા રહે છે. મ્યૂટેશન થવાથી વેરિયન્ટ પોતે જ સમાપ્ત થઈ જાય છે. જોકે ક્યારેક ક્યારેક પહેલાં કરતાં વધુ મજબૂત અને ખતરનાક થઈ જાય છે. આ પ્રોસેસ એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિક એક રૂપને સમજ્યા પણ ન હોય ત્યાં બીજું નવું રૂપ પ્રકાશમાં આવે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોરોન વાઈરસનું જે નવું રૂપ બ્રિટનમાં મળ્યું છે એ પહેલાં કરતાં 70 ટકાથી વધુ ગતિથી ફેલાઈ શકે છે.

    દેશમાં સોમવારે માત્ર 16 હજાર 72 કેસ આવ્યા છે. આ આંકડો 23 જૂન પછી સૌથી ઓછો છે. ત્યારે 15 હજાર 656 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 24 હજાર 822 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 250 દર્દીઓનાં મોત થયાં છે. આ રીતે એક્ટિવ કેસમાં 9011નો ઘટાડો નોંધાયો છે. હવે માત્ર 2.67 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યારસુધીમાં કુલ 1.02 કરોડ કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાંથી 98.06 લાખ દર્દીઓ સાજા થયા છે. 1.48 લાખ દર્દીનાં મોત થયાં છે.


Download Our B K News Today App



Related News