મહારાષ્ટ્ર દિલ્હીનું ગુલામ નથી : શિવસેના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-10 14:38:06
  • Views : 1406
  • Modified Date : 2019-11-10 14:38:06

શિવસેનાએ સામનાના લેખમાં ભાજપની તુલના હિટલર સાથે કરી દીધી અને કહ્યુ કે પાંચ વર્ષ બીજાને ડરાવીને શાસન કરનારૂ ટોળુ આજે પોતે ભયમય છે. આ ઉલટો હુમલો થયો છે. 

ડરાવીને પણ માર્ગ મળ્યો નહીં અને સમર્થન મળતુ નથી. આવુ જ્યારે થાય છે ત્યારે એક વાતનો સ્વીકાર કરવો જોઈએ કે હિટલર મરી ગયો છે અને ગુલામીનો પડછાયો હટી ગયો છે. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓને આની આગળ તો ડર્યા વિના કામ કરવુ જોઈએ. 


શિવસેનાએ સામનાના લેખમાં લખ્યુ છે કે મહારાષ્ટ્રની રાજનીતિ મહારાષ્ટ્રમાં જ થાય. મહારાષ્ટ્ર દિલ્હીનુ ગુલામ નથી. અહીંના નિર્ણયો અહીં જ થવા જોઈએ. 

અમિત શાહએ કહ્યું હતું કે જેની વધુ સીટ તેના સીએમ. મેં કહ્યું કે હું નહિ માનુ. દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહનો હવાલો આપીને 2.5 વર્ષના સીએમની વાત થવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો, લોકોને ખબર છે કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે. 


ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પદો અને મુખ્યમંત્રીના પદો માટે 50-50 પર સહમતિ બની હતી. મારે તેની પર સ્પષ્ટતા આપવાની જરૂરિયાત નથી. શિવસેનાના સીએમ થવાના સપનાને પુરા કરવા માટે મારે કોઈની મદદની જરૂર નથી. અમારું કામ બીજેપી જેવું નથી. 

Download Our B K News Today App



Related News