સિબ્બલ બે ચહેરા, એક તરફ રાફેલનો વિરોધ બીજીબાજુ અનિલ અંબાણીના વકીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-13 11:43:58
  • Views : 493
  • Modified Date : 2019-04-14 11:49:48

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે મંગળવારે રાફેલ મુદ્દે અનિલ અંબાણી વિરોધી ટ્વીટ કર્યુ હતુ. જેનાં 40 મિનીટ બાદ તેઓ એક અન્ય કેસમાં અનિલ તરફથી કોર્ટમાં હાજર થયા હતા. આ જ કારણે લોકોએ સોશયલ મીડિયા પર કપિલને આડે હાથે લીધા હતા. એક યુઝરે લખ્યુ કે, કોંગ્રેસ કેટલી હદે જશે, જેની કોઈ સીમા નથી. રાફેલ પર રાહુલ ગાંધી જે વ્યક્તિ પર નિશાન સાધી રહ્યા છે,તે જ વ્યક્તિને તેમની પાર્ટી બચાવી રહી છે. હવે ન તો નૈતિકતા બચી છે ન શરમ. સોશયલ મીડિયા પર ટ્રોલ થયા સિબ્બલ ગાંધી મુક્ત ભારતે લખ્યું - કપિલ સિબ્બલની રાજકીય અને કાયદાકીય કારકિર્દી ખતમ થવી જોઈએ

નિખીલ વાઘલે ટ્વીટ કર્યુ- સિબ્બલનાં કારણે જ કોંગ્રેસ મુશ્કેલીઓમાં ઘેરાય છે. કપિલ સિબ્બલને પહેલાથી જ ખબર હતી કે અનિલ અંબાણી ફ્રાંસ જવાના છે.

અભિજીત મજુમદારે લખ્યુ કે, કપિલ સિબ્બલ રાફેલ મુદ્દે કોર્ટમાં અનિલ અંબાણીનાં બચાવમાં  ઊભા રહે છે. તેઓ પાર્ટીની તરફથી અનિલ પર સવાલો ઉઠાવે છે.

Download Our B K News Today App



Related News