દ્દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનુ ૮૧ વર્ષની વયે નિધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-21 11:20:20
  • Views : 404
  • Modified Date : 2019-07-21 11:22:51

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું આજે ૮૧ વર્ષની વયે અવસાન થયું હતું. શીલા દીક્ષિતના અવસાનના સમાચાર ફેલાતાની સાથે જ કોંગ્રેસ પાર્ટીમાં આઘાતનુ મોજુ ફરી વળ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે, શીલા દીક્ષિતના અવસાનના સમાચાર સાંભળીને ખુબ આઘાત લાગ્યો છે. કોંગ્રેસમાં તેમની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ રહી હતી. શીલા દીક્ષિત સાથે તેમના વ્યÂક્તગત સંબંધો હતો. તેમના પરિવાર અને દિલ્હીના નાગરિકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શીલા દીક્ષિત અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે, શીલા દીક્ષિત ખુબ જ મિલનશાહ હતા. દિલ્હીના વિકાસ માટે શીલા દીક્ષિતે ખુબ કામ કર્યું હતું. તેમના પરિવાર અને સમર્થકોને તેમની સાંત્વના છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શીલા દીક્ષિત અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. Âટ્‌વટર પર રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાના અવસાનથી તેમને દુઃખ થયું છે. તેમની અવધિ દરમિયાન દિલ્હીમાં પરિવર્તનનો ગાળો હતો. આને માટે તેમને યાદ કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ શીલા દીક્ષિત અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. શીલા દીક્ષિત છેલ્લા ઘણા દિવસથી બિમાર ચાલી રહ્યા હતા. કોંગ્રેસે હાલમાં તેમને દિલ્હી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપેલી હતી. ૧૫ વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શીલા દીક્ષિત રહ્યા હતા.
દિલ્હીમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહેવાનો તેમનો રેકોર્ડ રહેલો છે. અવસાનથી થોડાક દિવસ પહેલા સુધી શીલા દીક્ષિત રાજનિતિમાં સક્રિય દેખાયા હતા. હાલમાંજ શીલા દીક્ષિતે દિલ્હીમાં નવા જિલ્લા અધ્યક્ષોની નિમણૂંક પણ કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શીલા દીક્ષિતને મુખ્યમંત્રી તરીકે ઉતારવાની પણ તૈયારી કરી હતી.

Download Our B K News Today App



Related News