શ્વેતા તિવારીને પાસપોર્ટમાં નકલી સહી કરવાના આક્ષેપમાં 14 વર્ષની જેલ થઈ શકે છે, પહેલાં પણ વિવાદમાં ફસાઈ ચૂકી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 14:10:46
  • Views : 386
  • Modified Date : 2021-03-14 14:10:46

    'કસૌટી જિંદગી કે'માં પ્રેરણાનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર શ્વેતા તિવારી હાલમાં વિવાદમાં ફસાઈ છે. સૂત્રોના મતે, એક્ટ્રેસ વિરુદ્ધ 1 માર્ચના રોજ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલિસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો છે. એક્ટ્રેસ પર આક્ષેપ છે કે તેણે દીકરાને વિદેશ લઈ જવા માટે તેના પાસપોર્ટમાં પતિ અભિનવ કોહલીની નકલી સહી કરી હતી. જો શ્વેતા પર આ આક્ષેપો સાબિત થશે તો તેને 14 વર્ષની જેલ થઈ શકે છે. આ કેસમાં પહેલાં પણ શ્વેતાનું જીવન વિવાદમાં રહ્યું છે.

    શ્વેતા તિવારીએ વર્ષ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી પલક છે. લગ્નના 9 વર્ષ બાદ 2007માં શ્વેતાએ રાજા વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો. શ્વેતાનો આક્ષેપ હતો કે રાજા નશામાં તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેને માર મારે છે. અનેકવાર સેટ પર પણ રાજાએ હંગામો કર્યો હતો. ડિવોર્સ બાદ દીકરી પલકની કસ્ટડી શ્વેતાને મળી હતી.

    પહેલા પતિથી અલગ થયા બાદ શ્વેતા તિવારીએ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંને ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે 2016માં શ્વેતાએ દીકરા રેયાંશને જન્મ આપ્યો હતો. એક વર્ષ બાદ ચર્ચા થવા લાગી કે શ્વેતા તથા અભિનવના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ઓગસ્ટ 2019માં શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ કેસ કર્યો હતો.આ સાથે જ એક્ટ્રેસે પતિ પર આક્ષેપ કર્યો હતો કે તે તેની દીકરી પલકને પણ હેરાન કરે છે. પલકે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે અભિનવ તેને મેન્ટલી હેરેસ કરતો હતો. તેણે ક્યારેય શારીરિક રીતે હેરાન કરી નથી. 2019માં શ્વેતા તથા અભિનવના ડિવોર્સ થયા હતા.

    થોડાં મહિના પહેલાં શ્વેતા તિવારીના પૂર્વ વર્કર રાજેશ પાંડેએ એક્ટ્રેસ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો હતો. રાજેશનો આક્ષેપ હતો કે શ્વેતા તેને 52 હજાર રૂપિયા પરત આપતી નથી. પહેલાં શ્વેતાએ પૈસા ના આપવાના બહાના બનાવ્યા અને પછી તેને બ્લોક કરી દીધો હતો. એક્ટ્રેસે જ્યારે જવાબ આપવાનું બંધ કરી દીધઉં તો રાજેશે લીગલ એક્શન લીધા હતા. ઉલ્લેખનીય છે કે રાજેશે શ્વેતાની એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પાંચ વર્ષ સુધી કામ કર્યું છે. રાજેના મતે, તેની એક મહિનાની ફી (40 હજાર) તથા ટેક્સના નામ પર લીધેલા 12 હજાર રૂપિયા આપ્યા નથી.

    શ્વેતા તથા અભિનવ ડિવોર્સ બાદથી ચર્ચામાં છે. અભિનવે શ્વેતા પર આક્ષેપ મૂક્યો છે કે શ્વેતા તેને દીકરાની નજીક જવા દેતી નથી. 2020માં જ્યારે શ્વેતાને કોરોના થયો ત્યારે રેયાંશ પિતા અભિનવ પાસે હતો. જોકે, કોરોનામાંથી સાજી થયા બાદ શ્વેતા દીકરાને લઈ આવી હતી. અભિનવે એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે રેયાંશ તેની માતા સાથે જવા તૈયાર નહોતો, તેમ છતાંય શ્વેતા દીકરાને પોતાની સાથે લઈ ગઈ હતી. શ્વેતાએ ઘણાં દિવસો સુધી રેયાંશને છુપાવીને રાખ્યો હતો., જેથી તે પિતાને મળી ના શકે.

    દીકરાને મળવા માટે અભિનવ એકવાર શ્વેતાના ઘરે ગયો હતો અને કલાકો સુધી દરવાજો ખખડાવ્યો હતો. જોકે, શ્વેતાએ દરવાજો ખોલ્યો જ નહીં. અભિનવે લાઈવ વીડિયો પણ સો.મીડિયામાં શૅર કર્યો હતો.અભિનવે શ્વેતા પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે શ્વેતાને દીકરાની કસ્ટડી મળે તે માટે તે 4 વર્ષના રેયાંશને બ્રેસ્ટફીડિંગ કરાવે છે. ડૉક્ટરે આમ કરવાની ચોખ્ખી ના પાડી હોવા છતાંય તે દીકરાની કસ્ટડીમાં માટે આમ કરે છે.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139