શ્રેયસ અય્યર બન્યો કેપ્ટન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-14 17:03:51
  • Views : 109
  • Modified Date : 2023-12-14 17:03:51

સાઉથ આફ્રીકાના પ્રવાસે પહોંચેલા ભારતીય ક્રિકેટર્સની લિસ્ટમાં શ્રેયસ અય્યર પણ સામેલ છે. શ્રેયસ અય્યર ટી20, વનડે અને ટેસ્ટ આ ત્રણેય ફોર્મેટ માટે સિલેક્ટ થયો હતો. શ્રેયસ અય્યર માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે.19 ડિસેમ્બરના રોજ આઈપીએલ 2024નું ઓક્શન યોજાશે. તે પહેલા કોલકત્તા નાઈટ રાઈડર્સની ફ્રેન્ચાઈઝીએ મોટી જાહેરાત કરી છે.ફ્રેન્ચાઈઝીની સીઈઓ વેંકી મૈસૂરે આઈપીએલ 2024માં કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર અને વાઈસ કેપ્ટન તરીકે નીતીશ રાણાના નામની જાહેરાત કરી છે.કોલકત્તા નાઈટ રાઈડર્સે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી છે. આઈપીએલ 2023માં ઈજાને કારણે શ્રેયસ અય્યર રમી શક્યો ન હતો. તેના સ્થાને નીતીશ રાણાને કેપ્ટનની જવાબદારી સૌપવામાં આવી હતી.આ જાહેરાત બાદ શ્રેયસ અય્યરે કહ્યું કે- હું માનું છું કે ગત સિઝનમાં અમે ઘણા પડકારોનો સામનો કર્યો હતો, જેમાં ઈજાના કારણે મારી ગેરહાજરી પણ સામેલ હતી. નીતીશે માત્ર મારી જગ્યા જ નથી ભરી પરંતુ તેમના સક્ષમ નેતૃત્વથી અદ્ભુત કામ પણ કર્યું છે. હું ખુશ છું કે KKRએ તેને ઉપ-કેપ્ટન બનાવ્યો છે. આનાથી નેતૃત્વ જૂથ મજબૂત થશે તેમાં કોઈ શંકા નથી.

Download Our B K News Today App



Related News