ભાઈના લગ્નમાં શ્રદ્ધા કપૂર પ્રેમી સાથે આવી, કોર્ટ વેડિંગ બાદ યોજાયેલી પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 12:46:33
  • Views : 462
  • Modified Date : 2021-02-05 12:46:33

    પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયાંક શર્મા તથા પ્રોડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શાઝાએ ચાર ફેબ્રુઆરીના રોજ કોર્ટ વેડિંગ કર્યાં હતાં. ત્યારબાદ વેડિંગ પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા સેલેબ્સ હાજર રહ્યાં હતાં. પ્રિયાંકની કઝિન બહેન શ્રદ્ધા કપૂર પ્રેમી રોહન શ્રેષ્ઠા સાથે આવી હતી.

    શ્રદ્ધા કપૂરના સંબંધો છેલ્લાં ઘણાં સમયથી રોહન શ્રેષ્ઠા સાથે છે. ફેમિલી ફંક્શનમાં આ રીતે રોહન તથા શ્રદ્ધા પહેલી જ વાર સાથે જોવા મળ્યાં છે. આમ તો બંને જણાં ડિનર ડેટ પર અવારનવાર સ્પોટ થતાં હોય છે. રોહન શ્રેષ્ઠા જાણીતો ફોટોગ્રાફર છે. ગયા મહિને 24 જાન્યુઆરીના રોજ વરુણ ધવનના લગ્ન થયા ત્યારે ચર્ચા હતી કે શ્રદ્ધા કપૂર પણ ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. તે સમયે શક્તિ કપૂરે પોતાની દીકરીના લગ્નના સમાચારને અફવા ગણાવ્યા હતા.

    ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રિયાંક તથા શાઝાએ સગાઈ કરી હતી. આવતા મહિને ફર્સ્ટ વીકમાં બંને માલદીવમાં ક્રિશ્ચિયન વેડિંગ કરશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાઝા તથા પ્રિયાંક શર્મા નાનપણથી એકબીજાને ઓળખે છે. બંને એક જ સ્કૂલમાં જતા હતા. આટલું જ નહીં વધુ અભ્યાસ અર્થે બંને ન્યૂયોર્ક પણ સાથે ગયા હતા. તેઓ છેલ્લાં 16 વર્ષથી રિલેશનશિપમાં છે.

    પ્રિયાંકે ફિલ્મમાં આવતા પહેલાં નાદિરા બબ્બરના ગ્રુપ, નીરજ કાબી તથા સલીમ આરિફની સાથે થિયેટર કર્યું છે. 'સબ કુશલ મંગલ હૈ'માં ભોજપુરી સ્ટાર તથા સાંસદ રવિ કિશનની દીકરી રીવા સાથે પ્રિયાંકે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શાઝાએ 'ઓલવેઝ કભી કભી' તથા 'હેપી ન્યૂ યર'માં કામ કર્યું હતું.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139