પંજાબ સરકારને ઝટકોઃ કુમાર વિશ્વાસ સહિત બે સામેની ફરિયાદ હાઇકોર્ટે રદ કરી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-13 12:08:09
  • Views : 786
  • Modified Date : 2022-10-13 12:08:09

    પંજાબમાં કવિ કુમાર વિશ્વાસ અને ભાજપ યુવા પાંખના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી પંજાબ પોલીસે અડધી રાત્રે બગ્ગાની તેના ઘરેથી ધરપકડ કરી હતી. ઘણા ડ્રામા બાદ દિલ્હી પોલીસ બગ્ગાને દિલ્હી પરત લાવી હતી. પંજાબ હાઇકોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન કુમાર વિશ્વાસ અને ભાજપના નેતા તજિન્દર પાલસિંહ બગ્ગાની વિરૂદ્ધ ફરિયાદને રદ કરી દેવાનો ર્નિણય લેવાયો હતો. જેના લીધે પંજાબ સરકારને જાેરદાર ઝટકો વાગ્યો છે.આ પ્રસંગે કુમાર વિશ્વાસે ટ્‌વીટ કર્યું છે કે સરકાર બની કે તરત જ મારા ઘરે અસુરક્ષિત બનેલા વામન લોકો દ્વારા મારા ઘરે મોકલવામાં આવેલી પંજાબ-પોલીસની એફઆઇઆરને આજે પંજાબ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ન્યાયતંત્ર અને મને પ્રેમ કરનારાઓનો,આભાર. પંજાબના સ્વાભિમાનને વામન નજરથી બચાવવા પ્રિય અનુજ ભગવંત માનને ફરી સલાહ.થોડા દિવસો પહેલાપંજાબમાં તજિંદર પાલ સિંહ બગ્ગા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પંજાબપોલીસ અડધી રાત્રે દિલ્હી આવી અને બગ્ગાની ધરપકડ કરી. મામલો વધ્યા બાદ પંજાબ પોલીસે હરિયાણા પોલીસને રોકી હતી અને ત્યારબાદ દિલ્હી પોલીસ બગ્ગાને લઈને દિલ્હી  પરત આવી હતી. કુમાર વિશ્વાસ વિરુદ્ધ પણ આવો જ કેસ નોંધવામાં આવ્યો હતો. આજે પંજાબ કોર્ટે બંને વિરૂદ્ધની ફરિયાદ રદ કરી છે. બગ્ગાની ધરપકડ બાદ તેના પિતાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ અધિકારીઓએ તાજિન્દરને પાઘડી પહેરવાની પરવાનગી ન આપતાં તેને ખેંચવાનું શરૂ કર્યું. આ આપણા ધાર્મિક સિદ્ધાંતોની વિરુદ્ધ છે. અમે પંજાબી ભાઈઓને આની સામે અવાજ ઉઠાવવા કહ્યું છે. આખરે તાજિન્દર પાછો આવ્યો, એ સત્યની જીત છે. દિલ્હી ભાજપના પ્રવક્તા તજિન્દર પાલ સિંહ બગ્ગાને ઉશ્કેરણીજનક નિવેદનો આપવા, દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ગુનાહિત ધમકી આપવાનો આરોપ મુકયા હતા અને પંજાબ પોલીસે દિલ્હીના તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

Download Our B K News Today App



Related News