શિવસેના અને NCP મહારાષ્ટ્રમાં BJPનો ખેલ પાડવાની તૈયારીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 15:34:56
  • Views : 444
  • Modified Date : 2019-11-03 15:34:56

મહારાષ્ટ્રમાં શિવસેનાએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે, “અમારી પાસે બહુમતીનો આંકડો છે. હજુ અમારી પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે, જે 175 સુધી પહોંચી શકે છે.” ઉલ્લેખનીય છે કે શિવસેનાનાં 56 ધારાસભ્ય છે, જ્યારે કૉંગ્રેસની પાસે 44 અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની પાસે 54 ધારાસભ્ય છે. તો અપક્ષ ધારાસભ્યોની સંખ્યા એક ડઝનથી વધારે છે. જો આ તમામ પાર્ટી એકસાથે આવે છે તો આ આંકડો 170ની નજીક પહોંચી શકે છે.શિવસેનાનો મુખ્યમંત્રી બને તે શક્ય છે – એનસીપી તો મુંબઈમાં એનસીપી મુખ્યાલયમાં પાર્ટી નેતાઓની બેઠક થઈ રહી છે. આ બેઠક સોમવારનાં પાર્ટી પ્રમુખ શરદ પવાર અને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની વચ્ચે થનારી મુલાકાત પહેલા થઈ રહી છે. આ દરમિયાન એનસીપી પ્રવક્તા નવાબ મલિકે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “જો શિવસેના કહે છે કે તેમનો મુખ્યમંત્રી બનશે તો એ બિલકુલ શક્ય છે. શિવસેના પોતાની ભૂમિકા એકદમ સ્પષ્ટ કરે. અમે પણ અમારી ભૂમિકા બતાવીશું. અત્યારે જનતાએ અમને વિપક્ષમાં બેસવા માટે પસંદ કર્યા છે અને અમે આ માટે તૈયાર છીએ.”બીજેપીએ પોલીસ અને પૈસાનાં દમે સરકાર બનાવવી પડશે આ પહેલા સામનામાં શિવસેનાએ એકવાર ફરી બીજેપી પર નિશાન સાધ્યું. નવી ગઠબંધન સરકારનાં ગઠનમાં સીએમ પદને લઇને ચાલી રહેલી ખેંચતાણ પર શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યો છે. શિવસેનાએ લખ્યું કે, ‘બીજેપીને ઈડી, પોલીસ, પૈસા, ધાકનાં દમ પર અન્ય પાર્ટીનાં ધારાસભ્ય તોડીને સરકાર બનાવવી પડશે. સામનામાં લખવામાં આવ્યું કે શિવસેના વગર જો બહુમત થાય તો સરકાર બનાવી લો, મુખ્યમંત્રી બની જાઓ.’ આ સીધો સંદેશ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો છે. ‘દેવેન્દ્ર ફડણવીસ માટે આજે પાર્ટીમાં કોઈ વિરોધી અથવા મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી. આ એક અજીબ સંયોગ છે. ગોપીનાથ મુંડે આજે હોત તો મહારાષ્ટ્રનું દ્રશ્ય અલગ હોત તથા મુંડે મુખ્યમંત્રી બની જ ગયા હોત અને આજ જેવી કડવાશ ના હોત.’આ છે સીટોનું ગણિત અને બીજેપીની રણનીતિ તો મહારાષ્ટ્રમાં બીજેપીની નવી રણનીતિ સામે આવી છે. બીજેપી વાતચીત માટે શિવસેનાની રાહ જોશે. પાર્ટીને આશા છે કે 4 અને 5 નવેમ્બર બાદ શિવસેના ફરીથી વાતચીત શરૂ કરશે, કેમકે ત્યાં સુધી કૉંગ્રેસ અને એનસીપી પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુકી હશે. 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત માટે 145 સીટો જોઇએ. શિવસેના 56 અને એનસીપી 54 ધારાસભ્ય છે. એટલે કે કુલ 110 ધારાસભ્ય થાય છે જે બહુમતીથી 35 ઓછા છે. આવામાં તેમને કૉંગ્રેસનાં 44 ધારાસભ્યોની જરૂર પડશે. કૉંગ્રેસે અત્યારે પત્તા નથી ખોલ્યા, પરંતુ મહારાષ્ટ્ર કૉંગ્રેસનાં નેતાઓનું કહેવું છે કે સરકાર બનાવવા માટે પાર્ટીએ શિવસેનાનું સમર્થન કરવું જોઇએ. આવામાં જો કૉંગ્રેસ પણ સમર્થન કરે છે તો આ આંકડો 154 સુધી પહોંચી જશે. તો અપક્ષ ધારાસભ્યો પણ શિવસેનાને સમર્થન આપી ચુક્યા છે.

Download Our B K News Today App



Related News