સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથની દલીલ: અમારી પાસે 39 ધારાસભ્યો, ઉદ્ધવ સરકાર અલ્પમતમાં હોવાનો કર્યો મોટો દાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-27 14:51:29
  • Views : 236
  • Modified Date : 2022-06-27 14:51:29

સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથની દલીલ: અમારી પાસે 39 ધારાસભ્યો, ઉદ્ધવ સરકાર અલ્પમતમાં હોવાનો કર્યો મોટો દાવો

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં શિંદે ગ્રુપે દાવો કર્યો છે કે તેમની પાસે 39 ધારાસભ્યો છે. ત્યારે આવા સમયે સરકાર અલ્પમતમાં છે. બળવાખોર જૂથેકહ્યુ છે કે, ડેપ્યુટી સ્પિકરને હટાવાની માગ કરવામા આવી છે. બળવાખોર ધારાસભ્યોનું કહેવુ છે કે, ડેપ્યુટી સ્પિકર સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટની સુનાવણી થોડી વાર માટે રોકી દેવામાં આવી હતી. જો કે, હવે આ સુનાવણી ફરીથી શરૂ થઈ ચુકી છે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે બળવાખોર લોકો પહેલા હાઈકોર્ટ શા માટે ન ગયા, તેના પર વકીલે કહ્યું કે, મામલો ગંભીર હતો, એટલા માટે સીધા સુપ્રીમ કોર્ટ આવ્યા, શિંદેના વકીલે કહ્યું કે, આર્ટિકલ 32માં અરજી દાખલ કરી શકે છે. અમારી સાથે પાર્ટી શિવસેના 39 ધારાસભ્યો છે. અમને ધમકી આપવામાં આવી રહી છે. જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. ઘર/ સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બળવાખોર ધારાસભ્યોએ બે અરજી કરી છે, પહેલીમાં તેમણે જાનથી મારી નાખવાની વાત કરી છે. બીજી અરજીમાં ડેપ્યુટી સ્પિકર તરફથી તેમને ઓછો સમય આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

શિંદે જૂથે કહ્યું છે કે, સિ્પકરે તેમને નોટિસનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપવો જોઈતો હતો. પણ ડેપ્યુટી સ્પિકર ઉતાવળે કરી છે. જ્યારે ધારાસભ્યોના વકીલ નીરજ કિશન કૌલે કહ્યું કે, ડેપ્યુટી સ્પિકરે ઉતાવળી કરી છે. ત્યારે કોર્ટે કહ્યું કે, ધારાસભ્યોએ પહેલા ડેપ્યુટી સ્પિકર સાથે વાત કેમ ન કરી.

Download Our B K News Today App



Related News