શેરબજારમાં આજે મોટો ઉછાળો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-20 13:49:11
  • Views : 427
  • Modified Date : 2019-05-20 13:49:11

17મી લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પત્યા બાદ રવિવારે વિવિધ એજન્સી દ્વારા એક્ઝિટ પોલ રજૂ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળતી જોવા મળી રહી છે. જેની સીધી અસર આજે સવારે શેરબજાર પર જોવા મળી હતી.  શેરબજારે એક્ઝિટ પોલે વધાવી લીધો છે.નિફ્ટીમાં માર્ચ 2016 બાદ આ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી ઈન્ટ્રા-ડેમાં 3 વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. લીડ શેરોની સાથે આજે મિડ અને સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 2.33 ટકા વધીને 14,641ની સપાટીએ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News