સરકાર-આરબીઆઈના પગલા છતાં શેરબજારમાં મંદીના સંકેતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-30 17:50:20
  • Views : 420
  • Modified Date : 2020-03-30 17:50:20

મુંબઈ

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જારદાર ઘટાડો રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. કોરોના વાયરસના કેસોની 

સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આંકડો ૧૦૦૦ની નજીક પહોંચી ચુક્યો છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશનની દહેશત વધી રહી છે ત્યારે શેરબજારમાં હાલ મંદી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. બજારમાં અÂસ્થરતાનો માહોલ થયેલો છે. માર્કેટ સાથે જાડાયેલા લોકોનું કહેવું છે કે, સરકાર તરફથી વધુ રાહતના પગલા લેવામાં આવી શકે છે. અર્થતંત્ર ઉપર તેની અસર કેવી રહેશે તેને લઇને હાલ તમામની નજર છે. એફપીઆઈ દ્વારા નાણાં પરત ખેંચવામાં આવી રહ્યા છે. માર્ચ મહિના માટેના વેચાણના ડેટા પણ આગામી સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. સરકાર અને આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા પગલાની અસર શેરબજારમાં દેખાશે કે કેમ તેની ચર્ચા જાવા મળી રહી છે. લોકડાઉનની Âસ્થતિના કારણે દેશભરમાં વેપાર પ્રવૃત્તિ ઠપ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં માઇગ્રન્ટ વર્કરો ચાલતા જ ગામમાં પહોંચી ગયા છે. રિઝર્વ બેંક ઓફ ઇÂન્ડયા તરફથી હાલમાં જ અનેક પગલા લેવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ ગરીબ લોકો અને આર્થિક પ્રવૃત્તિમાં તેજી લાવવા માટે ૧.૭૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે જેમાં રોકડ ટ્રાન્સફરનો પણ સમાવેશ થાય છે. પીએસયુ બેંક મર્જરની ગતિવિધિ પણ ચાલી રહી છે. પહેલી એપ્રિલથી આને અમલી કરવામાં આવનાર છે. કોરોના વાયરસના લીધે અર્થતંત્ર સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે છતાં સરકાર આ દિશામાં આગળ વધવા ઇચ્છુક છે. કેન્દ્રીય કેબિનેટે ૧૦ જાહેર ક્ષેત્રની બેંકોને ઘટાડીને ચાર કરી દીધી છે. આગામી નાણાંકીય વર્ષથી આની શરૂઆત થઇ રહી છે. ટ્રાન્સફર બેંકોના બોર્ડ પહેલી એપ્રિલથી અટવાઈ પડશે. આ મોરચા પર પ્રતિકુળ અસર પીએસયુ બેંકોના શેર પર પડી શકે છે. આરબીઆઈ અને સરકાર તરફથી એક પછી એક પગલા લેવાયા છે. ઓઇલ કટોકટીનો મુદ્દો પણ ગંભીર બની રહ્યો છે. ઓટો વેચાણના આંકડા આ સપ્તાહમાં માર્ચ મહિના માટેના જારી કરવામાં આવનાર છે જે ખુબ જ નીચી સપાટી ઉપર પહોંચી શકે છે. કારણ કે, ફેક્ટ્રીઓ બંધ થયેલી છે. જરૂરી ચીજવસ્તુઓ સિવાય તમામ કારોબાર ઠપ છે. તેમના વેચાણના આંકડાને લઇને સિમેન્ટ કંપનીઓ પણ બહાર આવનાર છે. ભારતીય રૂપિયો છેલ્લા થોડાક દિવસમાં અમેરિકી ડોલર સામે વધ્યો છે પરંતુ કારોબારીઓ અને વેપાર હાલ નીચી સપાટી પર છે જેના પરિણામ સ્વરુપે વિદેશી હુંડિયામણ ભંડોળમાં ઘટાડો થયો છે. 

Download Our B K News Today App



Related News