શાહરૂખ, ટાઇગર શ્રોફ અને અજયને મળી કોર્ટ નોટિસ, 19મી સુધીમાં જવાબ આપવા કહ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-08 15:28:31
  • Views : 56
  • Modified Date : 2025-03-08 15:28:31

ઘણા સમયથી પાન મસાલા અને ગુટખા કંપનીની જાહેરાતમાં જોવા મળી રહેલ શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, જયપુરમાં યોજાનારા IIFA એવોર્ડ્સ 2025 પહેલા મોટો ઝટકો


Rajasthan : રાજસ્થાનની રાજધાની જયપુરમાં યોજાનારા IIFA એવોર્ડ્સ 2025 પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં IIFA એવોર્ડ્સ 2025 પહેલા બોલિવૂડના ત્રણ મોટા સ્ટાર્સ શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને એક ગંભીર કાનૂની કેસમાં નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ જયપુર જિલ્લા ગ્રાહક આયોગ નં.-2 દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ગુટખા બનાવતી કંપની જેબી ઇન્ડસ્ટ્રીઝને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. કમિશને બધાને 19 માર્ચ, 2025 ના રોજ હાજર રહેવા જણાવ્યું છે.



હવે જાણો શું છે સમગ્ર મામલો?


જયપુરના રહેવાસી ગ્રાહક યોગેન્દ્ર સિંહ બડિયાલે જિલ્લા ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગુટખાની એક જાહેરાતમાં ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે કે, તેમાં કેસર છે જ્યારે આ ઉત્પાદન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ આ ગુટખા બ્રાન્ડનો પ્રચાર કરી રહ્યા છે, ગ્રાહકોને તે ખરીદવા માટે લલચાવી રહ્યા છે. આ ભ્રામક જાહેરાત ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019નું ઉલ્લંઘન કરે છે અને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે.



શું તમે જાણો છો આ સ્ટાર્સની કેમ વધી મુશ્કેલી ?



વાસ્તવમાં શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ ઘણા સમયથી પાન મસાલા અને ગુટખા કંપનીની જાહેરાતમાં જોવા મળી રહ્યા છે. "Taste of Big Brands" ટેગલાઇન હેઠળ આ જાહેરાતો તેને કેસર પ્રોડક્ટ તરીકે પ્રમોટ કરે છે, પરંતુ વાસ્તવમાં તે ગુટખા પ્રોડક્ટ્સનું પ્રમોશન છે.



જાણો હવે શું થઈ શકે ?


આ મામલે જો કમિશનમાં આરોપો સાબિત થાય છે તો આ જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ સાથે સેલિબ્રિટીઓ પર નાણાકીય દંડ લાદવામાં આવી શકે છે. આ સાથે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ કાનૂની કાર્યવાહી પણ શક્ય છે.


વધુ વાંચો : કર્ણાટકમાં ઇઝરાયલી મહિલા ટૂરિસ્ટ સહિત હોમસ્ટે ઓનર સાથે ગેંગરેપ, એકનો મૃતદેહ મળી આવ્યો


નોંધનિય છે કે, જયપુરમાં IIFA એવોર્ડ્સ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે, જ્યાં આ સ્ટાર્સની હાજરી અપેક્ષિત હતી તે પહેલાં મુશ્કેલીઓ વધી શકે છે. જોકે આ નોટિસ પછી હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, તેઓ આ કાનૂની પડકારનો કેવી રીતે સામનો કરે છે. આ કેસની સુનાવણી 19માર્ચે થશે જેના પર બધાની નજર ટકેલી રહેશે. આ મામલો ફક્ત ત્રણ પક્ષો પૂરતો મર્યાદિત નથી પરંતુ ભ્રામક જાહેરાતો અને જાહેર આરોગ્ય સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે.

Download Our B K News Today App



Related News