શાહિદ કપૂર અને કૃતિ સેનનનું આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-09 12:02:38
  • Views : 564
  • Modified Date : 2023-04-09 12:02:38

શાહિદ કપૂર અને કૃતિ સેનનની આગામી ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. શાહિદ કપૂર અને કૃતિ સેનન એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને બંનેનો ફર્સ્ટ લૂક જાહેર થઇ ચૂક્યો છે. અમિત જોશી અને આરાધના શાહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું નથી.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શાહિદ કપૂર અને કૃતિ સનનની અનટાઇટલ્ડ ફિલ્મનું પોસ્ટર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે. ફિલ્મના પોસ્ટરમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન બાઇક પર બેસીને રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ ઓક્ટોબર ૨૦૨૩ માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયા પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને દિનેશ વિજન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્મણે પ્રોડ્યૂસ કરી છે.


 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139