'રામ જાને' જેવી ફિલ્મોના પ્રોડ્યુસર પ્રવેશ સી. મેહરાનું નિધન, એક મહિનાથી કોરોના સામે લડી રહ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 16:14:58
  • Views : 361
  • Modified Date : 2020-12-19 16:14:58

    શાહરુખ ખાન સ્ટારર 'ચમત્કાર' (1992) અને 'રામ જાને' (1995) જેવી ફિલ્મોના પ્રોડ્યુસર પ્રવેશ સી. મેહરાનું નિધન થયું છે. તે અંદાજે એક મહિનાથી કોરોના સામે લડી રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર શુક્રવાર સાંજે 4 વાગ્યે તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.પ્રવેશ મેહરા 71 વર્ષના હતા. તેમના પરિવારમાં એક દીકરો અને દીકરી સિવાય, એક મોટી બહેન અને ત્રણ નાના ભાઈ ઉમેશ, રાજેશ અને રાજીવ છે. તે લાંબા સમય સુધી મુંબઈમાં મિનર્વા સિનેમાના માલિક રહ્યા, જ્યાં 1975ની સુપરહિટ ફિલ્મ 'શોલે' 5 વર્ષ સુધી લાગી હતી. 'ચમત્કાર' અને 'રામ જાને' સિવાય પ્રવેશ મેહરાએ 'સલાખેં' (1975), 'અશાંતિ' (1982), 'આખિરી અદાલત' (1988), 'શિકારી: ધ હન્ટર' (1991) અને 'કિલા' (1998) જેવી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138