શાહરૂખ ખાને દિલ્હીને 500 રેમડેસિવિર ઈન્જેક્શન ડોનેટ કર્યા, હવે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- આભાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 16:35:27
  • Views : 415
  • Modified Date : 2020-12-11 16:35:27

    કોરોના મહામારી સામે ચાલી રહેલી લડતમાં ઘણા બધા સેલિબ્રિટીઝ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવ્યા છે. તેમાં બોલિવૂડના એક્ટર-એક્ટ્રેસ પણ સામેલ છે. સુપર સ્ટાર શાહરૂખ ખાન પણ કોરોના પીડિતોની મદદમાં પાછળ નથી રહ્યા. તેમણે પોતાની ઓફિસ કોરોના દર્દી અને તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોને આપી છે. તેમણે જરૂરીયાતમંદોની આર્થિક મદદ પણ કરી છે. તે ઉપરાંત તેમણે કોરોનાનાં દર્દીઓ માટે 500 રેમડેસિવિર ઈન્જેક્શન પણ ડોનેટ કર્યા છે.શાહરૂખે આ ઈન્જેક્શન દિલ્હી સરકારને આપ્યા હતા. હવે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આભાર માન્યો છે. જૈને લખ્યું કે હું શાહરૂખ અને તેમની મીર ફાઉન્ડેશનનો આભાર માનું છું, જેમણે અમને 500 રેમડેસિવિર ઈન્જેક્શન આપ્યા છે, તે પણ ત્યારે જ્યારે અમને તેની સૌથી વધારે જરૂર હતી. જરૂરિયાતના સમયે કરવામાં આવેલી તમારી મદદથી અમે તમારા આભારી છીએ.  મીર ફાઉન્ડેશનના સોશિયલ મીડિયા હેન્ડલથી સત્યેન્દ્ર જૈનનો આભાર માન્યો છે. પોસ્ટમાં લખ્યું- અમારા કામની કદર કરવા બદલ આભાર. બધાના સહકાર અને ઉદારતાને કારણે જ આ શક્ય બન્યું.

    આ જાણકારી સામે આવતા જ શાહરૂખના ફેન્સે પણ સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા શરૂ કરી દીધી છે. તેઓ શાહરૂખ ખાનને ભારતનું ગૌરવ ગણાવી રહ્યા છે અને તેમને રઈસ એક્ટર પર ગર્વ છે. એક ફેને લખ્યું કે- હું નસીબદાર છું કે આટાલા સારા વ્યક્તિનો ફેન છું, જે લોકોની મદદ કરે છે અને હું પણ નાના સ્વરૂપમાં તેમની સાથે જોડાયેલો હોવ તેવું લાગે છે. બીજાએ લખ્યું કે, શાહરૂખનો ફેન હોવાનો મને ગર્વ છે, તેઓ એક સારા વ્યક્તિ છે.શાહરૂખના કામ વિશે વાત કરીએ તો તેઓ આતુરતાથી રાહ જોવાતી પઠાનની રિલીઝ માટે કમર કસી રહ્યા છે જેમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ છે. કથિત રીતે, તેમની પાસે રાજકુમાર હિરાનીની ઈમિગ્રેશન ટેલ અને સાઉથના ડાયરેક્ટર એટલીની એક્શન ફ્લિક પણ સામેલ છે.

Download Our B K News Today App



Related News