ઓવૈસીએ કહ્યું- આંગળી ન દેખાડો, હું નહીં ડરુ, શાહે કહ્યું- ડર તમારી અંદર છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 17:49:32
  • Views : 630
  • Modified Date : 2019-07-15 17:49:32

હકીકતમાં એનઆઇએ બિલ પર ચર્ચા દરમિયાન બાગપતથી ભાજપના સાંસદ અને પૂર્વ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહ તેમની વાત જણાવી રહ્યા હતા. તેઓ જણાવી રહ્યા હતા કે હૈદરાબાદના પોલીસ કમિશ્નર પર રાજકીય પાર્ટીના એક નેતા તપાસ બદલવા માટે દબાણ કરી રહ્યા હતા. કમિશ્નરને કહેવામાં આવ્યુંકે જો તેઓ આવુ નહીં કરે તો તેમની બદલ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ આ સમયે મુંબઇના કમિશ્નર હતા તેથી આ મામલાની જાણકારી છે.

દરેક રેકર્ડ સત્યાપાલસિંહ સદનમાં રાખે- ઓવૈસી

તેના પર ઓવૈસીએ કહ્યું કે સત્યપાલસિંહને આ મામલે દરેક રેકર્ડ સદનમાં મૂકવા જોઇએ. તેના પર અમિત શાહે કહ્યું કે સત્તાધારી પાર્ટીના સાંસદ વિપક્ષી નેતાઓની વાત સમયે તેમને ટોકતા નથી તો સત્તાપક્ષની વાતમાં કેમ ટોકે છે.

વિપક્ષી સાંસદ સાંભળવાની આદત રાખે-શાહ

શાહે ઓવૈસી તરફ ઇશારો કરીને કહ્યં કે વિપક્ષી સાંસદોને સાંભળવાની આદત નાખવી જોઇએ. તેના પર વિરોધ દર્શાવીને ઓવૈસીએ આંગળી ન બતાવવાનું કહ્યું. તેના પર કહ્યું કે તેઓ ડરતા નથી . તેના જવાબમાં શાહે કહ્યું કે તમારી અંદર જ ડર છે તો હું શું કરી શકું છું.

Download Our B K News Today App



Related News