ભારત પહોંચી શંકાસ્પદ બોટ, ISIS આતંકીઓ સવાર હોવાની આશંકા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 14:01:19
  • Views : 536
  • Modified Date : 2019-05-26 14:01:19

શ્રીલંકાથી શંકાસ્પદ બોટમાં 15 આઈએસઆઈ લક્ષદ્વીપમાં પહોંચ્યાં હોવાની ગુપ્તચર વિભાગના રિપોર્ટ અનુસાર કેરળના દરિયા કિનારા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ બાદ દરિયા કિનારા વિસ્તારોના પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવી આવ્યાં છે. ગત મહીનામાં જ શ્રીલંકામા આતંકી હુમલો થયો હતો જેમાં 250 થી વધુ લોકોના મોત થયા હતા.એનઆઈએની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આતંકીઓ દ્વારા કેરળમાં પણ હુમલો કરવાનું પ્લાન હતું. ગુપ્તચર વિભાગે પણ સ્વીકાર્યું છે કે કેરળના કેટલાક લોકો હજું પણ આઈએસ સાથે જોડાયેલા હોઈ શકે છે. પોલીસના એક મુખ્ય સૂત્રધારે પીટીઆઈને જણાવ્યું કે “આ પ્રકારનું એલર્ટ સામાન્ય છે પરંતુ આ વખતે અમારી પાસે સંખ્યાને લઈને ખાસ જાણકારી છે. એવામાં એવી કોઈ પણ શંકાસ્પદ બોટ દેખાયાના સ્થિતિમાં દરિયા કિનારાના પોલીસ સ્ટેશનો અને જિલ્લા પ્રમુખોને સતર્ક રહેવા જણાવ્યું છે.”

Download Our B K News Today App



Related News