શેરબજારમાં અવિરત મંદી જારી રહી વધુ ૮૦ પોઇન્ટનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:34:54
  • Views : 510
  • Modified Date : 2019-04-24 06:34:54

 શેરબજારમાં અવિરત મંદી જારી રહી વધુ ૮૦ પોઇન્ટનો ઘટાડોછેલ્લા બે દિનના ગાળામાં જ સેંસેક્સમાં ૫૭૫ પોઇન્ટનો ઉલ્લેખનીય કડાકો મારૂતિ, યશ બેંક, તાતા સ્ટીલ, એનટીપીસી સહિત શેરોમાં સૌથી વધુ ઘટાડોમુંબઇશેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સતત બીજા દિવસે મંદી જાવા મળી હતી. આજે વધુ ૮૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ છેલ્લા બે દિવસના ગાળામાં ૫૭૫ પોઇન્ટ સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યું છે. એક મહિનાના ગાળામાં ઓટોના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઓટોના શેર સૌથી નીચી સપાટી ઉપર પહોંચી ગયા છે. આજે મારુતિ, યશ બેંક, ઇન્ડસબેંક, તાતા સ્ટીલ અને એનટીપીસીના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. ૩૦ ઘટકો પૈકી ૨૦ શેરમાં મંદી રહી હતી. ૧૦ શેરમાં તેજી રહી હતી. નિફ્ટીમાં પણ ૧૮ પોઇન્ટનો ઘટાડો રહેતા ઉથલપાથલ જારી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૫૧૫૩ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૦૪ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૯૯ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૭૮૫ રહી હતી. ભારતી એરટેલના શેરમાં ૧.૪૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. એવેન્યુ સુપર માર્કેટના શેરમાં ૨.૭૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં વધારાનો દોર જારી રહ્યો છે. બ્રેન્ટ ક્રુડની કિંમત વધીને પ્રતિબેરલ ૭૪.૫૮ ડોલર સુધી પહોંચી ગઈ છે. શેરબજારમાં ગઇકાલે જારદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૪૯૫ પોઇન્ટ અથવા તો ૧.૨૬ ટકા ઘટીને ૩૮૬૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૫૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૫૯૪ રહી હતી. છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટમાં ખૂબ સારો દેખાવ રહ્યો હતો. બંને ચાવીરૂપ ઈન્ડેક્સમાં આશરે એક ટકાનો ઉછાળો રહ્યો હતો.

Download Our B K News Today App



Related News