સેન્સેક્સ પ્રથમ વખત 45 હજારને વટાવી ગયો, નિફ્ટી13200ને પાર; અલ્ટ્રાટેક સિમેન્ટ, ICICI બેન્કના શેર વધ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 12:38:01
  • Views : 373
  • Modified Date : 2020-12-04 12:38:01

  •      ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 357 વધીને 44,990 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 106 અંક વધીને 13240 પર કારોબાર કરી રહી છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 45,033.19 અને નિફ્ટી 13250.30ના હાઈએસ્ટ સ્તરે પહોંચ્યા છે. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 5.51 ટકા વધીને 5161.90 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 2.16 ટકા વધીને 1149.40 પર કારોબાર કરી રહ્યો છે. જોકે રિલાયન્સ, HCL ટેક, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, ટાઈટન કંપની સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ 0.92 ટકા ઘટીને 1945.40 પર કારોબાર કરી રહ્યો છે. HCL ટેક 0.71 ટકા ઘટીને 855.60 પર કારોબાર કરી રહ્યો છે.

Download Our B K News Today App



Related News