વિદેશી રોકાણના પગલે સેન્સેક્સ 47,000ના રેકોર્ડ સ્તરે ખૂલ્યો, ઇન્ફોસિસ, HCL ટેક, TCSના શેર વધ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 11:32:19
  • Views : 343
  • Modified Date : 2020-12-18 11:32:19

    ભારે વિદેશી રોકાણને પગલે શેરબજાર રેકોર્ડ સ્તરે પહોચ્યું છે. શુક્રવારે સેન્સેક્સ રેકોર્ડ 47,026.02ના સ્તરે ખૂલ્યો છે. હાલ 10.42 વાગ્યે સેન્સેક્સ 170 અંક ઘટીને 46,727 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 43 અંક ઘટી 13700 પર કારોબાર કરી રહી છે.સેન્સેક્સ પર ઈન્ફોસિસ, HCL ટેક, TCS, નેસ્લે, બજાજ ઓટો સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 2.40 ટકા વધી 1186.90 પર કારોબાર કરી રહ્યો છે. HCL ટેક 2.43 ટકા વધી 900.85 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ONGC, ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC બેન્ક, HDFC, બજાજ ફાઈનાન્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGC 2.46 ટકા ઘટી 99.00 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 2.05 ટકા ઘટી 916.70 પર કારોબાર કરી રહ્યો છે. બર્ગર કિંગના શેરમાં બીજા દિવસે પણ લોઅર સર્કિટ લાગી છે, આજે બીએસઇમાં 161.45 અને એનએસઇમાં 157.50 પર લોઅર સર્કિટ લાગી છે.

    શેરબજારમાં આ વર્ષે વિદેશી રોકાણકારોએ સારા પ્રમાણમાં ખરીદી કરી છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ(NSDL)ના ડેટાના જણાવ્યા મુજબ, અત્યારસુધીમાં આ આંકડો 1.54 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ પહેલાં 2012માં 1.3 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું હતું.ખાસ વાત એ છે કે માત્ર ભારતીય બજારોમાં ઓગસ્ટ પછી વિદેશી રોકાણની ગતિ ઝડપી થઈ ગઈ છે, જે હજી સુધી ચાલુ છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં જ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(FPI)એ લગભગ 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. એનાથી ઓક્ટોબર મહિનામાં 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. જ્યારે ડિસેમ્બર મહિનામાં અત્યારસુધીમાં FPI રોકાણનો આંકડો 50 હજાર કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે.

    આજે એશિયાઈ બજારો હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 191 અંકના ઘટાડા સાથે 26,486 પર કારોબાર કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 47 અંક ઘટી 26,759 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કંમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 2 અંક ઘટી 3402 પર કારોબાર કરી રહ્યો છે.ગુરુવારે અમેરિકાનાં બજારો વધારા સાથે બંધ રહ્યાં હતાં. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.49 ટકાની તેજીની સાથે 148 અંક વધી 30,303 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ 21 અંક વધી 3722 પર બંધ થયો હતો. આ સિવાય નેસ્ડેક પણ 106 વધી 12674 પર બંધ થયો હતો.

    ગઈકાલે યુરોપિયન માર્કેટમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 1.78 અંક વધી 5549.46 પર બંધ થયો હતો. જર્મનીનો DAX ઈન્ડેક્સ 101 અંકના વધારા સાથે 13667 પર બંધ થયો હતો. બીજી તરફ, બ્રિટનનો FTSE ઈન્ડેક્સ 19.85 અંકના ઘટાડા સાથે 6551 પર બંધ થયો હતો.





Download Our B K News Today App



Related News