સેંસેક્સ ૩૫૪ પોઇન્ટ ઘટીને ૩૮૫૮૫ની નીચી સપાટીએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 07:32:19
  • Views : 507
  • Modified Date : 2019-04-11 07:32:19

  શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૫૪ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ બંધ રહ્યો હતો. સેંસેક્સ ૩૮૫૮૫ની સપાટીએ રહ્યો હતો. ભારતી એરટેલમાં આશરે ૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. તાતા મોટર્સના શેરમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. એચડીએફસી, ટીસીએસ, આરઆઈએલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. માર્કેટ બ્રીડ્‌થ નકારાત્મક રહી હતી. આજે ૨૭૧૧ શેરમાં કારોબાર થયો હતો તે પૈકી ૧૩૯૨ શેરમાં મંદી અને ૧૧૪૪ શેરમાં તેજી રહી હતી. ૧૭૫ શેરમાં યથાÂસ્થતિ રહી હતી. ગઇકાલે મંગળવારના દિવસે કારોબારના છેલ્લા કલાકમાં જારદાર લેવાલી જામતા બેંચમાર્ક ઇન્ડેક્સમાં ઉછાળો જાવા મળ્યો હતો. બીએસઈ સેંસેક્સ કારોબારના અંતે ૨૩૮ પોઇન્ટ ઉછળીને ૩૮૯૩૯ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ૬૭ પોઇન્ટ ઉછળીને ૧૧૬૭૨ની સપાટીએ રહ્યો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં એપ્રિલમાં ૮૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આને માટે જવાબદાર છે. માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇÂક્વટી અને ડેબ્ટ માર્કેટમાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રોકાણકારોએ ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નાણાંકીય વર્ષ
૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું.
૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા
એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા
વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે.
ક્રુડ ઓઈલની કિંમતો સ્થિતિ રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ઈÂક્વટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. આજે બુધવારના દિવસે અનેક નકારાત્મક વૈશ્વિક સંકેતો રહ્યા હતા. બ્રોડર માર્કેટમાં બુધવારના દિવસે બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં બાવન પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૩૬૯ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ફ્લેટ સ્થિતિ રહી હતી તેમાં ૩ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ આજે ૮૮ પોઇન્ટ ઘટીને ૧૧૫૮૪ની નીચી સપાટીએ રહ્યો હતો. કારોબાર દરમિયાન ફાઇનાÂન્સયલ શેરોમાં સૌથી વધુ અફડાતફડી રહી હતી. મેટલ અને આઈટીના શેરમાં કડાકો બોલી ગયો હતો. નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૭૬ રહી હતી.



Download Our B K News Today App



Related News