છેલ્લા કલાકમાં લેવાલી વચ્ચે સેંસેક્સમાં નોંધાયેલો સુધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 12:13:29
  • Views : 407
  • Modified Date : 2019-06-20 12:13:29

શેરબજારમાં આજે ભારે અફડાતફડીનો માહોલ રહ્યો હતો. જા કે, કારોબારના અંતે છેલ્લા કલાકમાં લેવાલીના લીધે બેંચમાર્ક ઇન્ડેક્સ ઉછળીને બંધ રહ્યો હતો. બેંચમાર્ક સેંસેક્સ ૬૬ પોઇન્ટ ઉછળીને ૩૯૧૧૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૧૬૯૧ની સપાટીએ રહ્યો હતો. તાતા સ્ટીલ, કોટક બેંક, એનટીપીસી,
એચડીએફસી અને પાવરગ્રીડના શેરમાં તેજી જામી હતી. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં મિશ્ર Âસ્થતિ રહી હતી. નિફ્ટી રિયાલીટીમાં ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટી ફાર્મા અને નિફ્ટી ઓટોમાં ૧.૬ અને ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૧૦૦ પોઇન્ટ ઘટીને ૧૪૪૪૩ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૯૪ પોઇન્ટ ઘટીને ૧૩૯૧૯ની સપાટીએ રહ્યો હતો. જેટ એરવેઝના શેરમાં આજે પણ તીવ્ર કડાકો બોલી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં શરૂઆતી કારોબારમાં આ કડાકો નોંધાયો હતો. એસબીઆઈના નેતૃત્વમાં બેંકો દ્વારા ઇનસોલવન્સી અરજી દાખલ કરવામાં આવ્યાના એક દિવસ બાદ ઘટાડો જાવા મળ્યો હતો. આ શેરમાં દિવસના અંતે ૧૮ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. શેરબજારમાં અફડાતફડીના દોર વચ્ચે જેટ એરવેઝના શેરમાં અવિરતપણે ઘટાડો જાવા મળી રહ્યો છે. નજીવા સુધારા સાથે આજે કારોબાર બંધ રહ્યો હતો. ઇÂન્ડયા બુલ્સ હાઉસિંગના શેરમાં પણ ૮.૫ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. હાલમાં તેના શેરમાં પણ તીવ્ર મંદી જાવા મળી રહી છે. પ્રવાહી Âસ્થતિ અકબંધ રહેવાની શક્યતા છે. એસબીઆઈના નેતૃત્વમાં બેંકોના કન્સોર્ટિયમ દ્વારા ગઇકાલે જેટ એરવેઝની સામે ઇનસોલવન્સી કાર્યવાહી શરૂ કરવા નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં રજૂઆત કરી દેતા જેટ એરવેઝના શેરમાં ૪૧
 ટકાનો મોટો કડાકો બોલી ગયો હતો. કટોકટીગ્રસ્ત એરલાઈન્સ સામે મુંબઈમાં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ ખાતે ઇનસોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ (આઈબીસી)ની કલમ ૭ હેઠળ ઇનસોલવન્સી અરજી દાખલ કરી દેવામાં આવી હતી. મહિનાઓ સુધી મંત્રણા ચાલ્યા બાદ પણ કન્સોર્ટિયમ દ્વારા કોઇ નિકાલ ન આવતા એસબીઆઈએ અંતે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. જેટ એરવેઝ ઉપર હાલમાં ૮૫૦૦ કરોડ રૂપિયાનું જંગી દેવું છે. આઈબીસીની બહાર જેટ એરવેઝના મામલાને ઉકેલવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ઘણા કારણોસર નિકાલ આવ્યો ન હતો જેથી અંતે આઈબીસીની પ્રક્રિયાની અંદર ઉકેલ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેટ એરવેઝ દ્વારા તેની સેવા ૧૭મી એપ્રિલના દિવસથી બંધ કરવામાં આવી ચુકી છે. શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી મંદી ઉપર ગઇકાલે મંગળવારના દિવસે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ફાઈનાÂન્સયલ અને આઈટી શેરમાં તેજીના પરિણામ સ્વરુપે તેજી રહી હતી. બેંચમાર્ક સેંસેક્સ ૮૬ પોઇન્ટ ઉછળીને ૩૯૦૪૬ની સપાટીએ રહ્યો હતો. ગઇકાલે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૬૯૧ જાવા મળી હતી.

Download Our B K News Today App



Related News