'સ્કેમ 1992'ની એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીએ કહ્યું- શો ની સફળતા પછી ઘણી ઓફર્સ મળી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 12:25:33
  • Views : 366
  • Modified Date : 2020-12-29 12:25:33

    વેબ સિરીઝ 'સ્કેમ 1992'ની એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીને શો ની સફળતા પછી ઘણી મોટી ઓફર્સ મળી રહી છે. તેનું કહેવું છે કે તે કામને લઈને ઉતાવળ કરવા નથી ઇચ્છતી. તે સ્ટોરી સિલેક્ટ કરશે, જેની સાથે રીલેટ કરી શકશે.એક્ટ્રેસે આગળ કહ્યું, 'વેબે નવા લોકોને તક આપી છે, જો વેબ ન હોત તો ઘણા એક્ટર, ડિરેક્ટર, એડિટર, DOP અને ટેક્નિશિયનને આ અવસર ન મળી શક્યો હોત. ફિલ્મો એક એક્સક્લુઝિવ ક્લબ હતી, જે ટીવી સાથે થોડી ખુલી ગઈ અને હવે વેબ સાથે, કેમેરાની આગળ અને પાછળ બંને જગ્યાઓમાં મોટી થઇ ગઈ છે.'

    આ સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું, 'હું સાચે એવું ઈચ્છું છું કે આવું ન થાય. ટેલેન્ટ માટે OTT પ્લેટફોર્મ છે. મારા કહેવાનો અર્થ એ નથી કે મોટા સ્ટાર્સ ટેલેન્ટેડ નથી હોતા. હું બસ આશા કરું છું કે આગળ જઈને આ રીતે બધાને બરાબર તક મળતી રહે.'શ્રેયાનું કહેવું છે, 'જો લોકો તમને કઈ પણ સલાહ આપે છે અને ઈચ્છે છે કે તમે પોલાઈટ રહો, તો આ કઠિન છે. કારણકે આ ઇન્ડસ્ટ્રીમાં વંશવાદ અને ટેલેન્ટને તક આપવા વચ્ચે એક નાની રેખાનું અંતર છે. તો હા, આ કઠિન છે પણ તમે આમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકો છો. તમે ઘણીવાર એવા લોકોને મળશો જે તમને વ્યર્થ સલાહ આપશે, તમારી મસ્તી કરશે પણ તમારે દરેક વખતે તેનાથી આગળ વધવાનું રહેશે.'



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140