SBIની ધનતેરસ ઓફર, સોનાની ખરીદી પર 32% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 14:50:21
  • Views : 366
  • Modified Date : 2019-10-22 14:50:21

દિવાળી આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો હવે તહેવારના રંગે રંગાઇ ગયા છે. ધનતેરસથી દિવાળીના પર્વની ઉજવણી શરૂ થતી હોય છે અને એટલે જ આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. તેથી, ભારતીય પરિવાર આ પ્રસંગે સોનાના દાગીનાની ખરીદી કરે છે. જો તમે પણ આ ધનતેરસ પર સોનું ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમારા માટે શાનદાર ઓફર લઇને આવી છે.ફેસ્ટિવ સિઝન દરમિયાન બેંક અનેક પ્રકારની નવી સ્કીમ લઇને આવે છે. આ વખતે તમે SBI બેંકની ઓફરનો ફાયદો ઉઠાવીને સોનાની ખરીદી પર 32%નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.SBI તરફથી ફેસ્ટિવ ઓફર હેઠળ 30 ઓક્ટોબર સુધી સોનાની ખરીદી પર ધમાકેદાર ઓફર આપવામાં આવી રહી છે. જો તમે આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માગતા હો તો SBIની YONO સર્વિસ દ્વારા જ્વેલરીની ખરીદી કરી શકો છો.YONO સર્વિસ દ્વારા સોનાની ખરીદી પર વિવિધ બ્રાન્ડ્સ પર અલગ-અલગ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.તનિષ્કમાંથી ગોલ્ડ જ્વેલરી ખરીદો તો તમને 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તેમજ, CANDERE અથવા કલ્યા જ્વેલર્સમાંથી સોનાની ખરીદી કરવા પર SBI YONOથી પેમેન્ટ કરવામાં આવે તો 20% ડિસ્કાઉન્ટ મળી જશે. જો તમે PCJ જ્વેલર્સમાંથી સોનું ખરીદો તો તમને 32% સુધીની છૂટ મળી શકે છે.YONO પરથી ખરીદીની પ્રક્રિયા SBIની ઓફરનો લાભ લેવા માટે સૌપ્રથમ YONO એપ ઓપન કરો.અહીં તમારે શોપ એન્ડ ઓર્ડર વિકલ્પ પસંદ કરવાનો રહેશે.તેની પર ક્લિક કરતા જ જ્વેલરી સેક્શનમાં જવાનું રહેશે.અહીંથી તમે તમારી મનપસંદ જ્વેલરીની ખરીદી કરી શકો છો.

Download Our B K News Today App



Related News